અકસ્માતમાં માસૂમનું મોત:સુરતના ઉચ્છલ ત્રણ રસ્તા પર કારે બાઈકને અફડેટે લીધું, પિતા સાથે જતી બાળકી 100 ફૂટ ફંગાળાતા સારવાર દરમિયાન મોત

સુરત5 મહિનો પહેલા
બાઈક-કારનો એક્સિડન્ટ CCTVમાં કેદ થઈ ગયો હતો.
  • દીકરીના મોતના સમાચાર સાંભળી ઈજાગ્રસ્ત પિતા પોસ્ટમોર્ટમ રૂમ દોડી ગયા

સુરત જિલ્લાના ઉચ્છલ ત્રણ રસ્તા નજીક પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી બહાર નીકળતા બાઇક ચાલક પિતા-પુત્રીને એક કાર સવારે અડફેટે લીધી હતી. જેથી માસૂમ પાર્વતીનું સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં દાખલ પિતાએ જણાવ્યું હતું કે, બેફામ દોડતી કારે અડફેટે ચઢાવતા પાછળ બેસેલી દીકરી હવામાં ફંગોળાઈને 100 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. એટલું જ નહીં પણ તેઓ કારના કાચ ઉપર ધડાકા ભેર અથડાતા ભાન ભૂલી ગયા હતા. આંખ ખુલી તો હોસ્પિટલમાં હતો. દીકરીના મોતના આઘાતમાં ઇજાગ્રસ્ત પિતા હોસ્પિટલના વોર્ડમાંથી રજા લઈ પોસ્ટ મોર્ટમ રૂમ બહાર આવી ગયા હતા.સમગ્ર એક્સિડન્ટ સીસીટીવીમાં કેદ થઈ ગયું હતું. જેમાં રસ્તો ક્રોસ કરતાં બાઈકને કાર અડફેટે લેતા કેદ થઈ ગઈ છે.

માસૂમ દીકરીના મોતથી પરિવારે ન્યાયની માગ કરી હતી.
માસૂમ દીકરીના મોતથી પરિવારે ન્યાયની માગ કરી હતી.

પિતા-પુત્રીને ઈજા પહોંચી
ઇન્દ્રજીત સિંગ (પિતરાઈ ભાઈ)એ જણાવ્યું હતું કે, ઘટના 26મી ફેબ્રુઆરીની છે. ભાઈ અભિષેક પ્રધાન પોતાની નાની દીકરી પાર્વતીને બાઇક ઉપર બેસાડી માંડવીના ગુણના પડાવ પર આવી રહ્યા હતા. ત્યારે ઉચ્છલ ત્રણ રસ્તા પાસે આવેલા એસ્સારના પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ભરાવી અભિષેકભાઈ બાઇક લઈ બહાર આવતા જ એક કારે અડફેટે ચઢાવ્યા હતા. આ દુર્ઘટનામાં પિતા-પુત્રી ગંભીર રીતે ઘવાયા હતા.જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લવાતા બન્નેને ઓપરેશનમાં લેવાની ફરજ પડી હતી. જ્યાં પાર્વતીનું એક અઠવાડિયાની સારવાર બાદ મોત નીપજ્યું હતું.

ઈજાગ્રસ્ત પિતા દીકરીના મોતના સમાચારથી વ્યથિત થઈ ગયાં હતાં.
ઈજાગ્રસ્ત પિતા દીકરીના મોતના સમાચારથી વ્યથિત થઈ ગયાં હતાં.

પિતા બેભાન થઈ ગયેલા
અભિષેક શેરડી કાપવાની મજૂરી કામ કરી પત્ની અને બે દીકરીઓ સાથે ગુજરાન ચલાવે છે. અકસ્માત બાદ અભિષેકના પગમાં ફેક્ચર થયું હતું. ચહેરા પર ગંભીર ઇજાઓ થઈ હતી. અભિષેક અકસ્માત બાદ કારના કાચ સાથે ભટકાયો હતો. જ્યારે દીકરી પાર્વતી હવામાં ફંગોળાઈને 100 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી. ઘટનાને લઈ પોલીસ ચોકીના જવાનો દોડી આવ્યા હતાં. બન્નેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ બાદ સુરત સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.

પરિવાર જનોએ પણ માસૂમના મોતથી શોક વ્યક્ત કર્યો હતો.
પરિવાર જનોએ પણ માસૂમના મોતથી શોક વ્યક્ત કર્યો હતો.

પોલીસે મદદ કરી
પરિવારે જણાવ્યું હતું કે, ઉચ્છલ પોલીસના આભારી છે. અકસ્માત બાદ પોલીસ જવાનો જ એમ્બ્યુલન્સમાં બન્ને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જયાંથી સુરત સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં માસૂમ પાર્વતીનું ઓપરેશન થયા બાદ પણ એને બચાવી શક્યા ન હતા. કારણ કે, માથામાં ગંભીર ઇજા થઇ હતી. જોકે અભિષેકને બચાવી લેવાયો હતો. હાલ એની તબિયત સારી છે. અભિષેક દીકરીના મોતના આઘાતમાં હોસ્પિટલમાંથી રજા લઈ પોસ્ટ મોર્ટમ રૂમ પર આવી ગયા હતા.