નિર્ણય:વરાછામાં હયાત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 140થી વધારી 210 MLD કરાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્ષમતા કરતા વધુ સુએઝ જથ્થો આવતા એસટીપી અપગ્રેડ કરવાનો નિર્ણય
  • 71 એમએલડીનો વધુ એક નવો એસટીપી બનશે, 191 કરોડના અંદાજ મંજૂર
  • નવા એસ.ટી.પી તથા સુએઝ પપીંગ સ્ટેશનો બનાવવામાં આવશે

ગટર સમિતિની મળેલી બેઠકમાં વરાછા ઝોન એમાં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની હયાત 140 એમએલડી ક્ષમતાને 211 એમએલડી સુધી અપગ્રેડ કરવાની સાથે 71 એમએલડીનો નવો એસટીપી બનાવવાના કામ સહિત 191 કરોડના કામના અંદાજ મંજૂર કરાયા છે. અશ્વિનીકુમાર, કાપોદ્રા, કરંજ, નવાગામ તથા ઉમરવાડા વગેરે વિસ્તારને આવરી લઈ વરાછા-એ ઝોનમાં કરંજ ખાતે હાલમાં માત્ર એક જ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે. ભવિષ્યમાં આ વિસ્તારથી સુએઝનો જથ્થો વધશે. વર્ષ 2036માં 211 એમ.એલ.ડી અને વર્ષ 2051માં 231 એમ.એલ.ડી થવાની ગણતરી કરવામાં આવી રહી છે.

જેથી હાલના એસટીપીની ક્ષમતા 140 એમએલડીથી વધારી 211 કરાશે. જૂના ઈક્વીપીમેન્ટને રિપ્લેસ કરાશે તેમજ કરંજમાં નવો એસટીપી બનાવવામાં આવશે. વરાછા એમાં હયાત એસટીપીમાં ક્ષમતા કરતાં વધુ સુએઝનો જથ્થો આવતા આ નિર્ણય લેવાયો છે.

ભરથાણા,ગોથાણ સહિતના વિસ્તારમાં 108 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક નંખાશે
સુરત | શહેરમાં નવા ગામોના સમાવિષ્ટ થતાં પાલિકાએ પ્રાથમિક સુવિદ્યા પર વધારે ભાર મૂક્યો છે. હાલમાં કતારગામ ઝોનમાં સમાવિષ્ટ ભરથાણા-કોસાડ, ગોથાણ, સેગવા સ્યાદલા અને વસવારી ગામમાં ડ્રેનેજ નેટવર્ક બનાવાશે. જેના માટે 108 કરોડના અંદાજ ગટર સમિતિની બેઠકમાં મંજૂર કરાયા છે. આગામી દિવસમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે.

ગટર સમિતિ ચેરમેન વિક્રમ પાટીલે જણાવ્યું કે આ વિસ્તારોમાં હાલ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન હોવાથી ગંદા પાણીનું શુધ્ધિકરણ કર્યા વિના ખાડીમાં ડિસ્ચાર્જ કરાઇ રહ્યું છે. જેથી આ વિસ્તારમાં નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ડ્રેનેજનું આખું નવા નેટવર્ક નાંખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...