સુરતની 16 બેઠકના ઉમેદવારોની સંપત્તિ:ભાજપના તમામ ઉમેદવાર કરોડપતિ, જાણો, કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કેટલા ઉમેદવારો છે કરોડપતિ?

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેર અને જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાંથી 10 પર ભાજપ દ્વારા સિટીંગ ધારાસભ્યોને ટીકીટ અપાઈ છે. જેમાંથી ધારાસભ્યોની આવક-મિલકતમાં ધરખમ વધારો થયો છે તો કેટલાકની આવક ઘટી પણ છે. ભાજપના તમામ ઉમેદવારોની એક કરોડથી વધુ સંપત્તિ એફિવેડિટમાં દર્શાવવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના નવ ઉમેદવારોની સંપત્તિ એક કરોડથી વધુ છે. આ સાથે જ આપના પણ 8 ઉમેદવારોની સંપત્તિ 1 કરોડથી વધુ છે. આ તમામ ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ 54.07 કરોડ કાંતિ બલરની છે.

સુરતમાં 197 ઉમેદવારો વચ્ચે જંગ જામશે
વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના ફાર્મ ચકાસણી દરમિયાન 60ના ફોર્મ રદ થતા હવે 197 ઉમેદવારો જંગમાં રહ્યા છે. 16 બેઠકો માટે ઉમેદારોએ 14મી સુધીમાં કુલ 257 ફોર્મ ભર્યા હતા. મંગળવારે ચકાસણીમાં ફોર્મ ભરવામાં ચુક કરવા તથા પુરતા નહીં મૂકવા બદલ 60 જેટલા અપક્ષના ફોર્મ રદ થયા હતા. હવે ઓલપાડમાં 17, માંગરોળમાં 7, માંડવીમાં 8, કામરેજમાં 10, સુરત પૂર્વમાં 20, ઉત્તરમાં 11, વરાછા રોડમાં 6, કરંજમાં 10, લિંબાયતમાં 47, ઉધનામાં 13, મજુરામાં 5, કતારગામમાં 9, સુરત પશ્ચિમમાં 11, ચોર્યાસીમાં 14, બારડોલીમાં 6 અને મહુવામાં 3 ઉમેદવારો રહ્યા છે.

કોંગ્રેસના ઉમેદવાર

આપના ઉમેદવાર

અન્ય સમાચારો પણ છે...