તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Cancer Showed The Way Of Service To The Surat Cloth Merchant, Could Not Even Remove The Corona From The Heel, Provides Morale To The Patients With The Understanding To Stay Away From Addiction

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ કેન્સર ડે:કાપડના વેપારીને કેન્સરે સેવાનો માર્ગ બતાવ્યો, રાહ પરથી કોરોના પણ ન હટાવી શક્યો, વ્યસનથી દૂર રહેવાની સમજ આપવાની સાથે દર્દીઓને મનોબળ પુરૂં પાડે છે

સુરતએક મહિનો પહેલા
રાજેન્દ્રભાઈ ગૌતમ કહે છે કે, કેન્સર એટલે માણસ કેન્સલ નથી થતો હિંમત રાખે તો સાજો થઈ શકે છે.
  • બીજાના દર્દ લઈ લો તો આપણા દર્દની ખબર નહીં પડેઃ કોરોનાને હરાવી ફરી 66 વર્ષીય વૃદ્ધ સેવામાં જોડાયા
  • તમાકુનું સેવન અને કેન્સરે તો જીવવા ઉમ્મીદ જ મારી નાખી હતી પણ દર્દીઓની સારવારે મહત્વ સમજાવ્યું

આજે 4 ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે છે. આજે આપણે સુરતના એવા વૃદ્ધની વાત કરવા જઈ રહ્યા છીએ જેમને મોઢાના કેન્સરે માનવ સેવાનો રસ્તો બતાવ્યો હતો. કેન્સરને હરાવ્યા બાદ સેવામાં જોડાયેલા સુરત રાજેન્દ્રભાઈ ગૌતમ કહે છે કે, કેન્સર એટલે માણસ કેન્સલ નથી થતો. દર્દી મજબૂત મનોબળ સાથે કેન્સરને આસાનીથી હરાવી શકે છે. હવે તો ઘણી સારી સારવાર પણ મળી રહી છે. રાજેન્દ્રભાઈને તમાકુના સેવન અને કેન્સરે તો જીવવા ઉમ્મીદ જ મારી નાખી હતી પણ ગરીબ દર્દીઓની સારવાર અને સાજા થઈ રજા લેતા જોઈ જીવનનું મહત્વ સમજાયું હતું.

કેન્સર થયા બાદ સિવિલમાં સારવાર કરાવતી વખતે દર્દીઓની સેવામાં લાગી ગયા
કેન્સર થયા બાદ સિવિલમાં સારવાર કરાવતી વખતે દર્દીઓની સેવામાં લાગી ગયા

2011માં કેન્સર હોવાનું સામે આવ્યું
મૂળ રાજસ્થાનના અને ઉધના વિસ્તારમાં આવેલા હરીનગરમાં 66 વર્ષીય રાજેન્દ્રભાઈ જગદીશભાઈ ગૌતમ પરિવાર સાથે રહે છે. 12 પાસ અને ITI મિકેનિકલ બાદ રાજસ્થાન રોડ પરિવહનમાં નોકરીની સાથે કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યાંથી સુરતના એક કાપડના મિલ માલિક એક વર્ષમાં જ સુરત લઈ આવ્યા હતા. 12 વર્ષ સુધી કાપડની મિલમાં નોકરી કર્યા બાદ નોકરી છોડી મિલકત લે વેચના વ્યવસાય સાથે જોડાયા હતા. સુરતમાં બે દીકરા અને બે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય સાથે પત્નીની તમામ જરૂરિયાતોની જવાબદારી માથે હતી. દરમિયાન અચાનક 10 વર્ષ બાદ એટલે કે 2011માં દાંત હલવા લાગ્યા સિવિલમાં બતાવ્યું તો બાયોપ્સી કરાવવી પડશે એમ કહ્યું હતું. ત્યારબાદ બાયોપ્સીમાં કેન્સર આવ્યું એટલે ભરત કેન્સર હોસ્પિટલનો સંપર્ક કર્યો અને મુંબઈ ના ડોક્ટરો પાસે સુરતમાં જ ઓપરેશન કરાયું હતું.

દર્દીઓને સારવારમાં મદદ કરાવવાની સાથે સાથે મોરલ સપોર્ટ પણ આપે છે.
દર્દીઓને સારવારમાં મદદ કરાવવાની સાથે સાથે મોરલ સપોર્ટ પણ આપે છે.

તમાકુનું સેવન કેન્સર આપી ગયું
રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, 40-45 વર્ષ સુધી હોઠ નીચે મૂકી તમાકુનું સેવન કેન્સર આપી ગયું એ વાત નું દુઃખ હતું અને જીવવાનો મોહ મરી ગયો હતો. કેન્સરના ઓપરેશન બાદ સિવિલના કેન્સર હોસ્પિટલમાં શેક લેવા આવવાનું હતું. શરૂઆતના સમયમાં શેક થેરાપી સારી લાગતી હતી. જોકે, ત્યારબાદ એટલે એક અઠવાડિયા પછી શરીર અશક્ત લાગતું થઈ ગયું હતું. 5 જ દિવસમાં લગભગ 22 કિલો વજન ઘટી ગયું હતું. જાડા અને ઉલટી શરૂ થઈ ગયા જતા 108માં ફરી સિવિલમાં દાખલ થવું પડ્યું હતું. ઓપરેશન કરતા શેક થેરાપી સહન ન થતી હતી.

દર્દીઓને પ્રેમ, લાગણી અને હૂંફ આપવાનું કાર્ય પણ રાજેન્દ્રભાઈ કરી રહ્યાં છે.
દર્દીઓને પ્રેમ, લાગણી અને હૂંફ આપવાનું કાર્ય પણ રાજેન્દ્રભાઈ કરી રહ્યાં છે.

કેન્સરની થેરાપી કરાવવા જતા ગરીબોને મદદની ઈચ્છા જાગી
રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, રિક્ષામાં રોજ સિવિલ આવતી વખતે ફૂટપાથ પર પડેલા બીમાર ગરીબ અને લાચાર લોકોને જોઈ મદદ કરવાની ઈચ્છા જાગી હતી. એક બે દર્દીઓને પોતાની સાથે રીક્ષામાં બેસાડી સિવિલ લઈ આવતો અને એમની સારવાર કરાવ્યા બાદ થેરાપી લેવા જતો હતો. આમ કરતા કરતા થેરાપીનો દર્દ ગાયબ થઈ ગયો અને જીવવાની આશા જાગી હતી. ત્યારબાદ આ સેવાના કાર્યને ચાલુ જ રાખ્યું છે.

દર્દીઓને હોસ્પિટલ લાવવા સુધીના કાર્યમાં રાજેન્દ્રભાઈ સતત સાથ આપે છે.
દર્દીઓને હોસ્પિટલ લાવવા સુધીના કાર્યમાં રાજેન્દ્રભાઈ સતત સાથ આપે છે.

માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય બન્યા
એક દિવસ સિવિલના ગેટ ઉપર એક સાધુ મહારાજને લાચાર જોઈ હમદર્દ બનવાનો પ્રયાસ કર્યો હતો. ભોજન માટે પૂછ્યું તો સાધુ મહારાજે સારવાર કરાવી આપો એમ કહ્યું એટલે એમને બીજા દિવસે સિવિલમાં દાખલ કરાવી દીધા હતા. જોકે, એમની સાથે કોઈ ન હોવાથી એમના પરિવાર કે શિષ્યનો સંપર્ક કરવાનો પ્રસાય કર્યો તો માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના એક કાર્યકર્તાનો સંપર્ક થયો હતો. બસ ત્યારબાદ એ ભાઈ સાથે રૂબરૂ મુલાકાત થઈને માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સેવાકીય કાર્યનો હું પણ એક સભ્ય બની ગયો છું.

દર્દીઓને જમાડવાની સાથે સેવા કરવાનું કાર્ય પણ રાજેન્દ્રભાઈએ ઉપાડ્યું છે.
દર્દીઓને જમાડવાની સાથે સેવા કરવાનું કાર્ય પણ રાજેન્દ્રભાઈએ ઉપાડ્યું છે.

એક વરિષ્ઠ કાર્યકર્તા તરીકેનું બિરુદ આપ્યું
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટનો સભ્ય બન્યા બાદ બિનવારસી અને મંદબુદ્ધિના દર્દીઓને સિવિલમાં સારવાર કરાવવાની અને ત્યારબાદ આશ્રમમાં લઇ જઇ એમનું પરિવારના સભ્યની જેમ દેખરેખ કરવાનું બીડું ઉપાડી લીધું છે. આજે માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં લગભગ 100-125 જેટલા વયોવૃદ્ધ લોકો એક પરિવારની જેમ રહે છે. આજે આ સંસ્થા સાથે છાયડો, સેવા ફાઉન્ડેશન, લક્ષ્મીનાથ સેવા સમિતિ જેવી અનેક નાની મોટી સંસ્થાઓ જોડાઈ ને એક વટ વૃક્ષ બની ગયું છે. આ સંસ્થા આજે મને એક વરિષ્ઠ કાર્યકર્તા તરીકેનું બિરુદ આપ્યું છે.

વ્યસનના માર્ગે જતાં લોકોને પોતાનો દાખલો આપીને સેવાનું કાર્ય રાજેન્દ્રભાઈ કરી રહ્યાં છે.
વ્યસનના માર્ગે જતાં લોકોને પોતાનો દાખલો આપીને સેવાનું કાર્ય રાજેન્દ્રભાઈ કરી રહ્યાં છે.

કોરોનામાં પરિવાર પણ સેવામાં જોડાયું
પરિવારમાં પત્ની કામથી ખૂબ ખુશ છે. બે દીકરીઓના અને એક મોટા દીકરાના લગ્ન થઈ ગયા છે. એક નાનો દીકરાના લગ્ન બાકી છે. ભગવાનની કૃપા છે કે કેન્સર બાદ જીવવાનો રસ્તો બતાવ્યો છે. આજે પરિવાર સાથે હસીખુશીથી રહું છે એજ મારી સેવાનું ફળ છે. આવી માહામારી સામે સિવિલના કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને એમના સગા-સંબંધીઓ વચ્ચે જ્યારે કોઈ કોમ્યુનિકેશન ન રહ્યું ત્યારે મારું પરિવાર આવા દર્દીઓની સેવા માટે આગળ આવ્યું ને હેલ્પ ડેસ્ક પર કામ કરી રહ્યું છે. મારી પત્ની, દીકરી-જમાઈ સહિત 6 જણા આ રીતે સેવા કરી મારી એમના પિતા અને પતિના રસ્તે ચાલતા જોઈ ખૂબ જ આનંદ થાય છે

કેન્સરને માણસ ધારે તો હરાવી શકે
રાજેન્દ્રભાઈએ કહ્યું કે, કેન્સર જીવલેણ બિમારી જરૂર છે. પરંતુ યોગ્ય સારવાર કરાવવામાં આવે તો કેન્સરને હરાવી શકાય છે. મજબૂત મનોબળ જરૂરી છે. માણસ કેન્સરનો રિપોર્ટ જોઈને જ અડધો તો હતાશ થઈ જતો હોય છે માટે કેન્સર વખતે હતાશ, નિરાશ થયા વગર દર્દી ધારે તો કેન્સરમાંથી આસાનીથી બહાર આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

વધુ વાંચો