લીગલ:બાંગ્લાદેશી સગીરાને દેહવ્યાપારમાં ધકેલનાર મહિલાના જામીન રદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાંગ્લાદેશી સગીરાને દેહવ્યાપારમાં ધકેલનારી મહિલા આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. સગીરાને ચેન્નાઇથી મુંબઇ લઇ જવાઈ હતી અને ત્યાં તેનું શોષણ કર્યા બાદ સુરતમાં એક સ્પામાં લાવવામાં આવી હતી.

14 વર્ષની સગીરાને દેહ વ્યાપારના દલદલમા લઇ જવા બદલ સાત આરોપીઓ સામે ગુનો નોંધાયો હતો જેમાં આરોપી મહિલા ફિરોજા ઉર્ફે નીતુએ જામીન અરજી કરી હતી. જેની સામે સરકાર પક્ષે એપીપી કિશોર રેવલીયાએ દલીલો કરી હતી. જેના આધારે કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. બાંગ્લાદેશથી આવી સગીરા ચેન્નાઇમાં નોકરી કરતી હતી જ્યાંથી તેને મુંબઇ લાવી એક રૂમમાં ગોંધી રાખવામાં આવી હતી જ્યાં આરોપીઓએ તેની પાસે દેહવ્યાપારનો ધંધો કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...