રજૂઆત:‘સચિન નોટિફાઈડમાં વેરાના સપ્લિમેન્ટરી બિલને રદ કરો’

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારના ગેઝેટ-2005ના નિયમ વિરુદ્ધ હોવાનો દાવો
  • મુખ્યમંત્રી, નોટીફાઈડ ડિરેક્ટરને લેખિત રજૂઆત

સચિન નોટીફાઈડની મુખ્ય અધિકારીની કચેરીએ પ્લોટ-શેડ હોલ્ડર્સને વેરાબિલ સાથે અલગથી સપ્લિમેન્ટરી બિલ મોકલ્યા છે. જેને રદ કરવાની માંગ સાથે માજી સેક્રેટરી મયુર ગોળવાલાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નોટીફાઈડ ડિરેક્ટર અને મેનેજિંગ ડિરેક્ટર ગાંધીનગરને પત્ર લખીને રજૂઆત કરી છે.

પત્રમાં જણાવાયું છે કે, ‘ઉદ્યોગકારોને વર્ષ 2022થી 2026 4 વર્ષના ટેક્સના નવા બ્લોક શરૂ થવાના હોય ટૂંક સમય પહેલાં બાંધકામની આકારણી કરાવી સંકલિત વેરાના વર્ષ 2022-23ના બિલ સાથે અંદાજીત 650 જેટલા પ્લોટ, શેડ હોલ્ડર્સને સપ્લિમેન્ટરી બિલ પણ અલગથી આપવામાં આવ્યા છે.

જે ગુજરાત સરકારના ગેજેટ 2005ના નિયમ વિરુદ્ધ છે. 1998માં જ્યારથી સચિન નોટીફાઈડની સ્થાપના થઈ ત્યારથી નોટીફાઈડે જુના 4 વર્ષના ટેક્સ બ્લોક પૂર્ણ થયા બાદ જ નવા બ્લોક વર્ષ માટે પ્લોટ શેડના સ્થળ ઉપર એજન્સીએ માપણી કરે છે અને ત્યાર બાદ નોટીફાઈડ કચેરી દ્વારા પ્લોટ, શેડ હોલ્ડર્સને નોટીસ આપે છે. પરંતુ હાલમાં વેરા બિલ ઈશ્યુ કરવામાં આવ્યા તેની સાથે અલગથી સપ્લિમેન્ટરી બિલ આપવામાં આવ્યા છે. આજ સુધી આ રીતે કોઈ દિવસ બિલ આપવામાં આવ્યા નથી. જેથી તેને રદ્દ કરવામાં આવે.’

અન્ય સમાચારો પણ છે...