તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અરજી:‘ભાજપ નેતા સામે પોસ્ટ કરતા કાર્યકરના જામીન રદ કરો’

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કોર્ટમાં અરજી કરી, સોમવારે સુનાવણી થશે

ભાજપના કેટલાંક નેતાઓ સામે સોશિયલ મીડિયા પર કરાયેલી પોસ્ટમાં સંડોવાયેલાં ભાજપના જ કાર્યકરને કોર્ટે જામીન આપી દીધાં બાદ હવે આ જામીન રદ કરવા માટે શહેર પોલીસ એક્ટિવ થઈ ગઈ છે અને કોર્ટમાં એક અરજી કરી આરોપીના જામીન રદ કરવા કહ્યું છે.

નોંધનીય છે કે, આરોપી નિતેશ વાનાણીની ધરપકડ બાદ પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા બાદમાં આરોપી તરફે એડવોકેટ ઝમીર શેખની દલીલો બાદ કોર્ટે જામીન મુક્તિનો ઓર્ડર કર્યો હતો. જો કે, પોલીસે હવે સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા અરજી કરી છે જેની સુનાવણી સંભવત: આગામી સોમવારના રોજ થશે.

પોલીસની અરજીમાં આ બાબતનો ઉલ્લેખ
આરોપી તથા તેમના મળતિયાએ ખોટી ઓળખ ઉભી કરી વિવિધ સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા તથા રાજકીય પદાધિકારીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા સો. મીડિયામાં નકલી અેકાઉન્ટ ખોલી અશ્લિલ ભાષાનો ઉપયોગ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...