રજૂઆત:સપ્લીમેન્ટરી વેરામાં વિસંગતતા હોવાથી રદ કરો : સચિન એસો.

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગકારોના સંગઠન સચિન જીઆઈડીસી એસોસિએશને જીઆઈડીસીના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર લખીને રજૂઆત કરી

સચિન નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા પ્લોટ, શેડ ધારકોને આપવામાં આવેલા મિલ્કત વેરાનાં સપ્લીમેન્ટરી બિલમાં વિસંગતતા હોવાથી આ વેરાબિલો રદ્દ કરવા અથવા તેમાં સુધારો કરી તેની વિસંગતતા ઓ દૂરકરવાની માંગણી સાથે સચિન ઈન્ડસ્ટ્રિયલ.કો.ઓ સોસાયટી દ્વારા જીઆઈડીસીના એમડીને પત્ર લખીને રજૂઆત કરી છે.

સચિન ઇન્ડસ્ટ્રિયલ કો.ઓ.સોસાયટી દ્વારા લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સચિન નોટીફાઈડ વિસ્તારમાં આવેલા પ્લોટ, શેડ ધારકોને વર્ષ 2022થી 2026 સુધીના 4 વર્ષના બ્લોક પીરિયડ માટે સ્થાવર મિલકતોની બાંધકામની આકારણી નોટીફાઈડ દ્વારા એજન્સી પાસે કરવામાં આવ્યા છે. અને તમામ પ્લોટ, શેડ ધારકોને થોડા સમય પહેલાં જ સ્થાવર મિલકતની આકારણી નોટીસ નોટીફાઈડ દ્વારા ઈશ્યુ કરવામાં આ‌‌વી હતી.ત્યાર બાદ વર્ષ 2022-23ના સંકલિત વેરાના બિલો ઉદ્યોગકારોને ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાં અંદાજીત 650 જેટલા પ્લોટ, શેડ ધારકોને સંકલિત વેરા બીલની સાથે અલગથી સપ્લીમેન્ટરી બીલ પણ નોટીફાઈડ દ્વારા મોકલવામાં આવ્યા છે.

જે ગુજરાત સરકારના 2005ના ગેજેટ પ્રમાણે વિરૂદ્ધ છે. સરકાર દ્વારા સચિન જીઆઈડીસીને વર્ષ 1997માં નોટીફાઈડે જાહેર કર્યા બાદ નોટીફાઈડ દ્વારા જુનો 4 વર્ષનો બ્લોક પીરિયડ પૂર્ણ થયા બાદ નવા બ્લોક વર્ષ માટે પ્લોટ, શેડના સ્થળ ઉપર નોટીફાઈડ દ્વારા નિયત એજન્સીને મોકલી મિલકતની માપણી કરવામાં આવે છે. જેમાં બાંધકામમાં જે કાંઈ વધારો ઘટાડો થયો હોય તે આપોઆપ વખતો વખત થતી મિલકતની આકારણી દરમિયાન આવી જાય છે.હાલમાં વેરા બીલ સાથે ઉદ્યોગકારોને જે સપ્લીમેન્ટરી બીલ આપવામાં આવ્યા છે. તે બિલકુલ અયોગ્ય છે. મિલકત વેરાના સપ્લીમેન્ટરી બિલમાં વિસંગતતા છે. જેથી બીલ રદ્દ કરવામાં આવે અથવા તેમાં સુધારો કરવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...