તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમાજ પોલિટિક્સ:સુરતમાં મનપાની ચૂંટણીમાં પ્રજાપતિ ઉમેદવારોને જીતાડવાનું કેમ્પેન શરૂ, ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાનો ડેમેજ કંટ્રોલનો પ્રયાસ

સુરત12 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભાજપના પ્રજાપતિના સમાજના ઉમેદવાર સાથે કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારોના ફોટો સોશિયિલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી રહ્યા છે. - Divya Bhaskar
ભાજપના પ્રજાપતિના સમાજના ઉમેદવાર સાથે કોંગ્રેસ, આપ અને અપક્ષના ઉમેદવારોના ફોટો સોશિયિલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી રહ્યા છે.
  • વોર્ડ નંબર સાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષમાં પ્રજાપતિ સમાજના ઉમેદવારો

ચૂંટણી સમયે જાતિ સંપ્રદાયના આધારે ઉમેદવારોને પસંદ કરવામાં આવતા હોય છે. સામાન્ય રીતે જે સમાજ અને જ્ઞાતિના મતદારો વધારે હોય છે તેમના જ પૈકીનો એક ઉમેદવાર પસંદ કરવાની દિશામાં રાજકીય પાર્ટીઓ વિચારતી હોય છે. સુરતના વોર્ડ નંબર સાતમાં પણ એ જ પરિસ્થિતિ આવીને ઊભી રહી છે.પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, અહીં અલગ જ પ્રકારનું કેમ્પેન શરૂ થયું છે. સમાજલક્ષી પોલિટિક્સને કારણે નુકસાન થતું દેખાતા સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પોતે ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

પ્રજાપતિ સમાજના ઉમેદવારને જ મત આપવા અપીલ
વોર્ડ નંબર સાતમાં પ્રજાપતિ મતદારોની સંખ્યા ખૂબ જ મોટી છે. સમાજમાં છેલ્લા બે દિવસથી એક સૂરે નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોઇ પણ પક્ષમાં પોતાના સમાજના વ્યક્તિઓ હોય તો તેને જીતાડવા માટેની અપીલ કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર સાતમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ ત્રણેયમાં પ્રજાપતિ સમાજના ઉમેદવારો ઊભા થયા છે. જેથી સમાજ અગ્રણીઓ દ્વારા પ્રજાપતિ સમાજના ઉમેદવારને જ પોતાનો મત આપે એવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

ભાજપને મુકસાન થતું દેખાતા ડેમેજ કંટ્રોલ કરવા પ્રયાસ
પોતાના પ્રજાપતિ સમાજના તમામ ઉમેદવારોને જીતાડવાનો પ્રયાસ કરવામાં આવે એ પ્રકારની વાત કરવામાં આવી રહી છે. જેને લઇને શહેરભરમાં ભારે ચર્ચાએ જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 7માં સમાજલક્ષી પોલિટિક્સને કારણે નુકસાન થતું દેખાતા સુરત ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પોતે ડેમેજ કંટ્રોલ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.

ચૂંટણીના સમીકરણો પર સીધી અસર દેખાઈ
વોર્ડ નંબર 7માં સોશિયલ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે. છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં સતત પ્રજાપતિ સમાજના ઉમેદવારોના ફોટા વાઈરલ કરવામાં આવી રહ્યા છે. આ સાથે અપીલ કરવામાં આવી રહી છે કે, પોતાના સમાજના ઉમેદવારોને જ જીતાડો જેને લઇને ચૂંટણીના સમીકરણો પર તેની સીધી અસર દેખાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

વધુ વાંચો