• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Campaign To Maintain Cleanliness In Street Food Places And Spread Awareness Of Vaccination By The Health Department Of The Municipality In Surat

સ્વચ્છતા અભિયાન:સુરતમાં પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સ્ટ્રીટ ફૂડની જગ્યાઓ પર સ્વચ્છતા જળવાય અને વેક્સિનેશનની જાગૃતિ ફેલાયતે માટે ઝુંબેશ

સુરત4 મહિનો પહેલા
પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નવું અભિયાન હાથ ધરાયું છે.
  • લારીઓ દ્વારા લીલો અને સૂકો કચરો અલગ રખાય તે માટે ડસ્ટબીન આપવામાં આવી

ખાણીપીણીના શોખીન એવા સુરતીઓ મહદંશે લારીઓ ઉપર ખાતા વધુ જોવા મળે છે. ચોમાસા દરમિયાન લારી ઉપર વેચાતા ફૂડને કારણે પણ રોગચાળો ફેલાઇ શકે છે. તેવી દહેશત હંમેશા સેવાતી રહે છે. જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક નવી જ પહેલ શરૂ કરવામાં આવી છે. લારી ઉપર વેચાતા ખાદ્ય પદાર્થોમાં સ્વચ્છતા રહે તે માટે આરોગ્ય વિભાગના ફૂડ વિભાગની ટીમ વિવિધ વિસ્તારોમાં જઈને સ્વચ્છતા માટે જાગૃત કરી રહ્યા છે. લીલા અને સૂકા કચરા માટેની અલાયદી વ્યવસ્થા કરવા માટે પણ ફરી એકવાર એમને સમજવામાં આવી રહ્યા છે.

સ્વચ્છતા અને કોરોનાને લગતી માહિતી અપાઈ રહી છે.
સ્વચ્છતા અને કોરોનાને લગતી માહિતી અપાઈ રહી છે.

લારીવાળાને વેક્સિનેશન
આરોગ્ય વિભાગની ટીમે વિસ્તારોની સેન્ટ્રલ ઝોનથી આ અભિયાનની શરૂઆત કરી છે. ફૂડ વિભાગની ટીમ સાથે એક વેક્સિનેશન માટેની ટીમ પણ સાથે જ રહે છે. જે લારી સંચાલક હોય તે પોતે ડોઝના લીધા હોય કે ત્યાં કામ કરનારા કોઈ વ્યક્તિને વેક્સિનનો ડોઝ ન લીધો હોય તેમને ત્યાં જ સ્થળ ઉપર રજિસ્ટર કરીને વેક્સિનનોનો ડોઝ આપી દેવામાં આવી રહ્યો છે. જેથી કરીને કોરોનાનો વ્યાપ વધી ન શકે.

સ્ટ્રીટ ફૂડ વેન્ડરને સમજાવવામાં પણ આવી રહ્યાં છે.
સ્ટ્રીટ ફૂડ વેન્ડરને સમજાવવામાં પણ આવી રહ્યાં છે.

સ્વચ્છતા જાળવવા અંગે સૂચનો અપાયા
આરોગ્ય વિભાગની ટીમ સાથે સુરતની જાણીતી હોટલના સેફ પણ રહે છે. જે લારી ઉપર વેચાણ કરતા લોકોને સ્વચ્છતા રાખવા માટે અને પોતાના ફૂલની ગુણવત્તા કેવી રીતે જાળવી તેનું પણ માર્ગદર્શન તેઓ આપી રહ્યા છે જે એક સારી બાબત છે. અનુભવી સેફ દ્વારા સ્વચ્છતા સાથે સારું ગુણવત્તાસભર નું ખાદ્યચીજો ગ્રાહકોને પીરસવામાં આવે તેમ જ આસપાસ પણ સ્વચ્છતા જાળવવા અંગે સૂચનો આપવામાં આવી છે.

સ્ટ્રીટ ફૂડ બનાવનારા કે ત્યાં કામ કરનારાઓને પણ રસી અપાઈ રહી છે.
સ્ટ્રીટ ફૂડ બનાવનારા કે ત્યાં કામ કરનારાઓને પણ રસી અપાઈ રહી છે.

અલગ અલગ ઝોનમાં અભિયાન શરૂ રખાશે
આરોગ્ય સમિતિના ચેરમેન દર્શની કોઠીયાએ જણાવ્યું ,કે કોરોના સંક્રમણ કાળ દરમિયાન ઘણા લોકોએ પોતાની આર્થિક મુસીબતનો સામનો કર્યો છે. સુરતીઓ મોટેભાગે સ્ટ્રીટ ફૂડ ખાતા જોવા મળતા હોય છે. મહાનગરપાલિકા દ્વારા જે લોકો સ્વચ્છતા નથી જતા તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ અમે એવું ઈચ્છે છે કે કોઈને દંડ ન થાય અને સ્વૈચ્છિક રીતે તેઓ સ્વચ્છતા જાળવે તો તેમને આર્થિક બોજો પણ ન પડે અને ગ્રાહકોનું સ્વાસ્થ્ય પણ જાળવી શકાય. અમે એક મહિના સુધી આ પ્રકારનો અભિયાન અલગ-અલગ ઝોનમાં શરૂ રાખવાના છે.