નિર્ણય:અઠવા સબરજિસ્ટ્રાર કચેરીના સ્ટ્રોંગરૂમમાં કેમેરા ગોઠવાયા

સુરત9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કરોડોના જમીન દસ્તાવેજ કૌભાંડ બાદ નિર્ણય

અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રહેલા વર્ષો જૂના દસ્તાવેજ સાથે ચેડા કરીને કરોડોની જમીનના મસમોટા કૌભાંડને ધ્યાને લઇને તંત્ર દ્વારા અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે.

સંજય શાહ અને ટોળકી દ્વારા અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં રહેલા 1961ના પારસીની જમીનના દસ્તાવેજ બહાર કઢાવી ચેડા કરવામાં આવ્યા હતા. ટક્નિક રીતે કરવામાં આવેલા કૌભાંડની તપાસ ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે. જોકે, બહુમાળી બિલ્ડિંગ અને ખાસ કરીને અઠવા સબ રજિસ્ટ્રાર કચેરીમાં સીસીટીવી કેમેરા ન હોવાથી ભેજાબાજોએ તેનો ભરપુર લાભ ઉઠાવ્યા હતો. જોકે, આવી ઘટના ફરી ન બને અને સ્ટ્રોંગરૂમ પર ચાપતી નજર રહી શકે તને ધ્યાનમાં રાખીને સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. જેથી ફરી આવી ઘટના બનવા ન પામે.

અન્ય સમાચારો પણ છે...