તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉન:100 નંબર પર કોલ કરશો તો પોલીસ અનાજ કીટ અને ફુડ પેકેટ ઘરે મોકલશે

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસ જરૂરિયાતમંદ લોકો પાસે ફૂડ પેકેટ્સ સહિત નાસ્તો પહોંચાડી રહી છે. - Divya Bhaskar
પોલીસ જરૂરિયાતમંદ લોકો પાસે ફૂડ પેકેટ્સ સહિત નાસ્તો પહોંચાડી રહી છે.
  • પાલિકા, પોલીસ અને કલેકટરે સંકલન કરી સંકટના સમયે યોજના અમલમાં મુકી

રિતેશ પટેલ, સુરતઃ કોરોના વાયરસને લઈને દેશભરમાં લોકડાઉન છે. જેને લઈને કેટલાક લોકો પાસે હજુ પણ જીવન જરૂરીયાત માટે કરીયાણાનો સામાન નથી. આવા લોકો હવે ફીકર કરવાની જરૂર નથી. માત્ર સુરત પોલીસને 100 નંબર પર કોલ કરવાનો રહેશે એટલે તમારા ઘરે આવી અનાજ સહિતની સામ્રગીની કીટ કે ફૂડપેકેટ આવી જશે. આ યોજના સરકારની છે અને પાલિકા, પોલીસ અને કલેકટરે સંકલન કરી આવા સંકટના સમયે લોકોને જીવન જરૂરીયાત માટે કરીયાણું અને ફુડ પેકેટ પુરુ પાડશે. વધુમાં પોલીસે જણાવ્યું કે, 100 નંબર પરથી આવો કોલ આવે એટલે પહેલા પાલિકાને જાણ કરી છીએ. જે જગ્યા પરથી ફુડ પેકેટ અને અનાજની કીટ માટેનો કોલ આવ્યો હોય તેની નજીકની કોઈ સામાજિક સંસ્થા કે પછી પોલીસ જાતે કે પછી પાલિકા પહોંચતું કરે છે. ટૂંકમાં કોઈને પણ મુશ્કેલી ન પડે તે માટે આ સરકારી યોજના શરૂ કરી છે. આ સિવાય પોલીસ રખડતા કૂતરાઓને બિસ્કિટ તેમજ કબૂતરને ચણ અાપી હાલની ગંભીર સ્થિતીમાં માનવતા મહેકાવી રહી છે. 

વિધવાએ કહ્યું, ઘરમાં કંઇ જ નથી અને પોલીસે અનાજની કીટ મોકલી આપી
60 વર્ષીય વિધવા હર્ષાબેન તેની 40 વર્ષીય પુત્રી સાથે રહે છે, પુત્રીને બ્રેઇનટ્યુમર છે. 2-3 દિવસ પછી તેની પાસે અન્નનો દાણો ન હતો. છેવટે મુશ્કેલ ઘડીમાં તેણે પોલીસ કંટ્રોલરૂમમાં 100 નંબર પર કોલ કર્યો હતો. જેથી પોલીસે પાલિકા અને કલેકટર કચેરીના સ્ટાફ સાથે સંકલન કરી વિધવાને ત્યાં અનાજની કીટ આપવા માટે પોલીસ કર્મી સંજયભાઈને મોકલ્યો હતો.

કોલ આવે તેને મદદ પહોંચાડીએ છીએ:ACP
પોલીસ કંટોલરૂમમાં 100 નંબર કરીયાણું અને ફુડ પેકેટની જરૂર હોય તેવા લોકોના કોલ આવે તો અમે પાલિકા અને કલેકટર સાથે સંકલન કરી જરૂરરતમંદને પહોંચાડી છીએ. આ સિવાય પોલીસ ફુડ પેકેટ અને અનાજની કીટનું વિતરણ કરી રહી છે. - જે.કે.પંડયા,  એસીપી, સુરત 

કોરોના સિટી અપડેટ
કરિયાણા સહિતની સહાય માટે હેલ્પલાઇન નંબ

1. વેસ્ટ ઝોન (રાંદેર) - ૦૨૬૧ - ૨૭૮૬૧૮૧ / ૨૭૮૬૧૮૨ / ૨૭૮૬૧૮૩
2. સેન્ટ્રલ ઝોન - ૦૨૬૧ - ૨૪૨૦૫૪૭/ ૨૪૨૦૫૪૮
3. નોર્થ ઝોન(કતારગામ) - ૦૨૬૧ - ૨૪૮૦૫૬૪ / ૨૪૮પ૭૦૦ / ૯૭૨૪૩૪૬૦૧૧ થી ૧૩
4. પૂર્વ ઝોન-એ /બી (વરાછા) - ૦૨૬૧- ૨૫૪૭૭૫૦ / ૨૫૪૮૩૬૫
5. સાઉથ ઝોન (ઉધના) - ૦૨૬૧ - ૨૨૭૫૬૫૧ / ૨૨૭૮૪૨૯/ ૨૨૭૭૦૪૩
6. સાઉથ વેસ્ટ ઝોન(અઠવા) - ૦૨૬૧ - ૨૬૬૭૯૨૬ / ૨૬૬૩૦૪૯ / ૨૬૬૩૦૫૦
7. સાઉથ ઇસ્ટ ઝોન(લીંબાયત) - ૦૨૬૧- ૨૩૩૧૯૦૩ / ૨૩૩૧૯૦૪ / ૨૩૩૧૯૦૫

જનધન ખાતામાં રૂપિયા ટ્રાન્સફરની વાતથી દોડધામ
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને કોરોના સામે લડવા દરેક જરૂરિયાતમંદના ખાતામાં રૂ.500 ટ્રાન્સફર કરવાની જાહેરાત કરતા શહેરની બેંકોમાં ઈન્ક્વાયરી વધી છે. લીડ બેંકના અધિકારી જણાવે છે કે, ખાતેધારકોના કેવાયસી કરવા જરૂરી છે. જાહેરાત અંગે સ્પષ્ટતાની આવશ્યક્તા છે. 

21 દિવસ બાદ પણ હોમ ક્વોરન્ટાઇન રખાતા હાલાકી
હોમ ક્વોરન્ટાઇનના 21 દિવસ પૂર્ણ થવા છતાં પાલિકાની એક ટીમ તેમના ઘરે જ બેસી રહે છે.જેથી હોમ ક્વોરનટાઇમાં રહેનારાની હાલત કફોડી બની છે. આવશ્યક વસ્તુ લેવા પણ જઇ શકતા નથી. મોબાઇલ એપથી લોકેશનનું મોનિટરીંગ કરાઈ છે.હોમ ક્વોરનટાઇનનો ભંગ થાય તો ગુનો નોંધાય છે.

હોમ ક્વોરન્ટાઇનનું મોનિટરીંગ 886 શિક્ષકોના માથે 
પાલિકા દ્વારા હોમ ક્વોરન્ટાઇન મોનીટરીંગમાં 808 શિક્ષકો પોતાના પરિવારની ચિંતા વગર કામ કરી રહ્યા છે. નિ:સહાય લોકોને ફુડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા 58 શિક્ષકો કરી રહ્યા છે. શિક્ષકોને હોમ ક્વોરન્ટાઇનમાં રાખેલ વ્યકતિઓના વિડિયો રીપોર્ટીંગ માટે મુકયા છે.

જરૂર પડયે કોમ્યુનિટી હોલ-સ્કૂલોમાં વ્યવસ્થા કરાશે
હાલમાં શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં રાહત કેન્દ્રો શરૂ કરવામાં આવનાર છે. પરંતુ જરૂર જણાય તો કોમ્યુનીટી હોલમાં પણ વ્યવસ્થા કરવાની તંત્રની તૈયારી છે. એટલું જ નહીં જરૂર પડે તો ખાનગી સ્કૂલોની મદદ પણ લેવામાં આવશે. આ માટે તંત્રે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે.

શાળાના સ્ટાફને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા સૂચના
શાસનાધિકારી વિમલ દેસાઇએ જણાવ્યું કે, તમામ શાળાઓ સવારે 10 થી 6 શરૂ રહેશે. દરરોજ 2-2 શિક્ષકો શાળામાં હાજર રહેશે. જે રૂમમાં સામાન ન હોય અથવા ખાલી હોય એવા રૂમ ફાળવી આપવા સૂચના અપાઇ છે. શાળાનાં સમગ્ર સ્ટાફે 24 કલાક સ્ટેન્ડબાય તૈયાર રહેવાનું રેહશે.

અન્ય સમાચારો પણ છે...