તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:ગુગલ પરથી બેંકનો કસ્ટમર કેર નંબર લઈને ફોન કરતા અલથાણના સિ. સિટીઝને 2 લાખ ગુમાવ્યા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ગુગલ પરથી બેંકનો કસ્ટમર કેર નંબર લઈને કોન્ટેક્ટ કરવાના ચક્કરમાં અલથાણના રાજેન્દ્રભાઈ ભુટવાલાએ 4.74 લાખની રકમ ગુમાવી હતી. જોકે, તાત્કાલિક સાયબર ક્રાઇમનો સંપર્ક કરતા 2.74 લાખની રકમ રિફંડ આવી હતી. બાકીની 1.99 લાખની રકમ ઠગ ટોળકીએ ઉપાડી લેતા હાથમાં ન આવી હતી. 18મી મે-2021 રાત્રીના સમયે તેમના મોબાઇલ પર એક મેસેજ આવ્યો હતો.

જેમાં તેમના ઈન્ડસઇન્ડ બેંકના ખાતામાંથી 504 રૂપિયાની રકમ કપાય હતી. બીજા દિવસે 19મીએ બ્રાંચ પર કોલ કરી પૂછતાં તેઓ કસ્ટમર કેર પર ફોન કરી પૂછી લેવા સલાહ આપી હતી. રાજેન્દ્રભાઈએ ગુગલ પરથી બેંકનો કસ્ટમર કેર નંબર મેળવી ફોન કર્યા બાદ ઠગે માંગેલો ઓટીપી આપતા ખાતામાંથી બે વારમાં 4.74 લાખની રકમ ઉપડી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...