ફિલ્મી ઢબે લૂંટ:IT કર્મીને લૂંટેલો ફોન લેવા બોલાવી ચપ્પુની અણીએ 25 હજાર કઢાવ્યા

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મજૂરા ગેટ પાસે લૂંટારાએ ફિલ્મી ઢબે લૂંટ મચાવી
  • કર્મીના મિત્રને ફોન કરી બોલાવી રૂપિયા લઈ ફોન આપી ફરાર

મજૂરાગેટ આયકર ભવનની સામે તા.5મીની રાત્રિએ આયકર વિભાગના કર્મચારીનો મોબાઇલ લૂંટી ગઠીયો મોપેડ પર ભાગી ગયો હતો. પકડવા પ્રયાસ કર્યો પણ હાથ લાગ્યો ન હતો. આથી કર્મચારીએ ટ્રાફિક પોઇન્ટ પર તૈનાત ટીઆરબી જવાનના ફોનથી પોતાના ફોન પર કોલ કરતા રિસીવ કર્યો હતો. કર્મચારીએ હું ડિપાર્ટમેન્ટમાં નોકરી કરૂ છું અને તે ફોન પણ ડિપાર્ટમેન્ટનો છે તે તારા કોઈ કામનો નથી, આથી સામેથી ચોરે સોરી, મારી ભૂલ થઈ ગઈ તમે ફોન લઈ જાવ કહી કિન્નરી ટોકિઝ પાસે મોબાઇલ લેવા બોલાવ્યો હતો.

પછી હેવમોર પાસે ગલીમાં બોલાવ્યો હતો. ત્યાં ચોરે ચપ્પુ કાઢી 50 હજાર આપ પછી જવા દઈશ કહેતા ગભરાયેલા કર્મચારીએ મિત્રને 50 હજાર લઈ બોલાવ્યો હતો. મિત્રએ કંઈ બાબતે પૈસા આપવાનું તેવુ ચોરને પૂછતાં, તેણે કહ્યું કે હું ચોર છું, અને મારે પૈસા જોઇએ, એમ કહી ચપ્પુ બતાવી જલદીથી આપી દે. આથી ડરને મારે મિત્રએ ચોરને 25 હજારની રકમ આપી મોબાઇલ આપી ચોર ત્યાંથી મોપેડ પર ફરાર થયો હતો. આયકર વિભાગમાં સિનીયર ટેક્સ.આસિ તરીકે નોકરી કરતા અકુંશ બિજેન્દ્રસીંઘે ખટોદરા પોલીસમાં ફરિયાદ આપતા ચોરી અને ખંડણીનો ગુનો નોંધી સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...