ગત લોકસભા ઇલેક્શનના પ્રચાર દરમિયાન કર્ણાટક નજીક એક રેલી દરમિયાન રાહુલ ગાંધીએ લલિત મોદી, નિરવ મોદીને ટાંકીને બધા મોદી ચોર અંગે કરેલી ટિપ્પણીથી છંછેડાઈ સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ અત્રેની કોર્ટમા માનહાનિનો કેસ કર્યો હતો.
જેમાં ગુરુવારે રાહુલ ગાંધી તરફે એડવોકેટ કિરીટ પાનવાલાએ દલીલો કરી હતી કે જો 13 કરોડ લોકોનો મોદી સમાજ હોય તો તે દેશની વસ્તીની દસ ટકા પ્રજા થઈ અ્ને ઇલેક્શન વખતે કોઇપણ રાજકીય નેતાને આટલી મોટી સંખ્યાના લોકોને દુશમન બનાવવાનું પાલવે નહીં. જે દર્શાવે છે કે બધા ચોરોને મોદી કહ્યા તેવુ અર્થઘટન ફરિયાદીના દિમાગની ઉપજ છે.
મોદી સમાજના વિરોધીના મત મેળવવા માટે આમ કર્યું તેવુ ફરિયાદીનુ કહેવંુ છે પરંતુ તેમના પુરાવા પરથી તો એવુ જણાય છે કે મોદી સમાજનો કોઈ વિરોધી સમાજ છે જ નહી કે જેના મત અંકે કરવા માટે આવુ કહેવામાં આવ્યુ હોય.
કિરીટ પાનવાલાએ વધુમાં જણાવ્યુ હતુ કે મોઢ ઘાંચી, મોઢ વણીક, તૈલી ઘાંચી તથા ગુપ્તા, શાહુ, ચેટીયાર વગેરે અ્નેક જ્ઞાતિ હોવાનું ફરિયાદી જણાવે છે પરંતુ તે કોઇપણ જ્ઞાતિવાળા વધારાના નામ તરીકે મોદી લખાવતા હોય તેવો એકપણ પુરાવો નથી. આ જ્ઞાતિઓ પૈકીની જ્ઞાતિઓના બંધારણના અ્ને બીજા દસ્તાવેજો રજૂ થયા છે તેમાં પણ કોઇપણ જગ્યાએ તે સમાજનું નામ મોદી હોય તેવુ લખેલુ નથી તે તમામ સંજોગોમાં કોઇ મોદી સમાજ જ નથી કે જેની બદનક્ષી થઈ હોય. આગામી સુનાવણી 17મી માર્ચના રોજ હાથ ધરાશે એવી માહિતી પણ મળી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.