સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈઓવર બ્રિજ અને બ્રિજના મેન્ટેનન્સની કામગીરી શહેરભરમાં ચાલી રહી છે. જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા બે ત્રણ દિવસથી તાપી નદી ઉપર આવેલો કેબલ સ્ટેઇડ બ્રિજ મેન્ટેનન્સની કામગીરીને કારણે બંધ કરાતા સરદાર બ્રિજ ઉપર ટ્રાફિક ભારણ સવારથી જ વધી ગયો હતો. અડાજણથી અઠવાગેટ તરફ જવા માટે સરદાર બ્રિજનો જ મહત્તમ ઉપયોગ થતો હતો. પરંતુ કેબલ સ્ટેઇડ બ્રિજ બનતા અડાજણ પાલથી પીપલોદ તરફ જવા માટે તે બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હતો. જેને કારણે ટ્રાફિક ભારણ ઓછું હતું.
કેબલ સ્ટેઇડ બ્રીજનું મેન્ટેનન્સ શરૂ કરાતા સરદાર બ્રિજ ઉપર ટ્રાફિકજામ
સુરતના તાપી નદી પર બનેલા કેબલ સ્ટેઇડ બ્રિજમાં હાલ મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આ અગત્યની કામગીરી હોવાથી અડાજણથી અઠવાલાઈન્સ જતાં બ્રિજના છેડા પરથી અવરજવર બંધ કરી દેવામા આવી છે. અકસ્માત ન થાય અને રીપેરીંગની કામગીરીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે એક તરફનો બ્રિજનો ભાગ બંધ કરી દેવાયો છે.
પિક અવર્સમાં સરદાર બ્રિજ ઉપર ભારે ટ્રાફિકજામ
શહેરના અલગ અલગ વિસ્તારોમાં બ્રિજની સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. પાલ અડાજણથી અઠવાગેટ રિંગ રોડ તરફ જવા માટે મોટાભાગે સરદાર બ્રિજનો ઉપયોગ વાહનચાલકો કરી રહ્યા છે તેને કારણે ટ્રાફિક જામની સમસ્યા સામે આવી રહી છે. સવારે 9:00 થી 10:30 અને સાંજે 5 થી 6:30 વાગ્યા દરમિયાન સરદાર બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.