મુશ્કેલી:IT પોર્ટલના ધાંધિયાથી રિટર્ન બાકી રહી જતાં CA એસો. હાઈકોર્ટમાં

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાડાના વાંકે પખાલીને ડામ, CBDTને નોટિસ ઇશ્યુ કરાઈ
  • પોર્ટલના ત્રાસને કારણે શહેરના અનેક કરદાતા મુશ્કેલીમાં મુકાયા

આઇટી પોર્ટલના ધાંધિયાના લીધે અનેક કરદાતા રિટર્ન ફાઇલ કરી શક્યા નથી. બીજી તરફ આઇટીએ લેટ ફી અને વ્યાજની પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. જેથી સી.એ. એસો.એ હાઇકોર્ટમાં કરેલી પિટિશનના સંદર્ભમાં સીબીડીટી અને યુનિયન મિનિસ્ટ્રીને નોટિસ થઈ છે. આ કેસમાં હવે 11મીએ વધુ સુનાવણી હાથ ધરવામા આવશે.

કરદાતાઓ પર આ રીતે બેવડા વ્યાજનો મારો
સી.એ. હાર્દિક કાકડિયાએ કહ્યું કે, કરદાતાનો કોઈ વાંક નથી. હવે જે રિટર્ન ભરાઈ રહ્યા છે તેમાં વાર્ષિક 12 ટકા લેખે વ્યાજ વસૂલાઈ રહ્યું છે. ટેક્સ મોડે ભરાય તેના પર 12 ટકા વ્યાજ તો છે જ. એટલે કરદાતા પર સીધો 24 ટકાના વ્યાજનો મારો છે. અમે માગણી કરી છે કે, પોર્ટલ ઓકે થાય ત્યારબાદ જ દંડ-વ્યાજની વસૂલાય. એક ગ્રિવન્સ કમિટી બને જે આ બાબતે જાહેર કરે.

ઓડિટની તારીખ નજીક, તકલીફો યથાવત
ઓડિટના કેસોમાં રિટર્ન ફાઇલની છેલ્લી તારીખ 15મી છે. જો કે, હજી પોર્ટલ સમસ્યા હોય સી.એ. ફરી ટેન્શનમાં છે. રીટર્નમાં આવેલી તકલીફ જેવી જ હાલત છે.

અન્ય સમાચારો પણ છે...