તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાંતિ હવન:સુરતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 35 સ્થળો પર યજ્ઞનું આયોજન, કોરોના કાળમાં મૃત્યુને ભેટેલા લોકોની શાંતિનો મુખ્ય હેતુ

સુરત2 મહિનો પહેલા
હિન્દુ શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાનથી વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
  • હિન્દુ શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાનથી વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું આયોજન

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેરના 35 સ્થળો પર યજ્ઞનું આયોજન કર્યું હતું. કોરોના કાળમાં અકાળે મૃત્યુને ભેટેલા લોકોની શાંતિ અને વાતાવરણના શુદ્ધિકરણ માટે હવન કરાવ્યો હતો. જેમાં રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ઉપસ્થિત રહ્યા હતા.

આત્માની શાંતિ માટે યજ્ઞનું આયોજન
સુરત શહેરમાં કોરોના સંક્રમણના બીજા તબક્કામાં જે મોતનું તાંડવ જોવા મળ્યું છે. તેને લઈને સૌ કોઈ દુઃખી છે. વહીવટીતંત્ર દ્વારા જે પણ પ્રયાસો કરાયા પરંતુ મૃત્યુનો આંક ખૂબ ઉંચો જોવા મળ્યો હતો. આખરે હિન્દુ શાસ્ત્રોની માન્યતા પ્રમાણે એક પ્રકારે કહીયે કે તમામ મૃતકો અકાળે મોતને ભેટ્યા છે. ત્યારે તેમના આત્માની શાંતિ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

વાતાવરણના શુદ્ધિકરણ માટે હવન કરાવ્યો
હિન્દુ શાસ્ત્રોમાં યજ્ઞનું ખૂબ મહત્વ આલેખાયું છે. યજ્ઞ કરવા દરમિયાન આહુતિ આપવા માટે જે સામગ્રીનો ઉપયોગ થાય છે તે સામગ્રીને કારણે વાતાવરણ શુદ્ધ થાય છે. જેમ કે કપૂર કાચલી, ગાયનું ઘી , જવ-તલ,ગળો જેવી અનેક વસ્તુઓ નું મિશ્રણ કરીને યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. જેથી કરીને વાતાવરણમાં શુદ્ધિકરણ થાય છે. વિશેષ કરીને કેટલીક સામગ્રી નાંખવાને કારણે ઓક્સિજનનું પ્રમાણ પણ વાતાવરણમાં વધે છે.

રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ઉપસ્થિત રહ્યા.
રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી ઉપસ્થિત રહ્યા.

વિશ્વને આવી પડેલા સંકટમાંથી બહાર લાવવા પ્રાર્થના
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 35 અલગ અલગ સ્થળો પર એક જ સમયે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વરાછા મીની બજાર વિસ્તારમાં યોજાયેલા હવન કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી પણ હાજર રહ્યા હતા. હિન્દુ શાસ્ત્ર પ્રમાણે શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાનથી વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતો. યજ્ઞમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ સમગ્ર વિશ્વને આવી પડેલા સંકટમાંથી બહાર લાવવા પ્રાર્થના કરી હતી તેમ જ જે પણ લોકોના કારણે મોત થયા છે. તેમને સદગતિ મળે તેવી પ્રાર્થના કરી હતી.