ચેતવા જેવું!:લિંક મોકલી રૂપિયા 5નું ટ્રાન્ઝેક્શન કરાવી સિંગણપોરના વેપારી સાથે 4 લાખની ઠગાઈ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પાર્સલ છોડાવવા ગુગલથી નંબર મેળવવામાં ઠગાઈ

ગુગલ પરથી નંબર મેળવીને પાર્સલની માહિતી મેળવવાનું મેડીકલ આઈસીયુ પ્રોડ્કટના વેપારીને ભારે પડ્યું હતું. વેપારીએ રૂ.88 હજારની કીમતની પ્રોડક્ટ મંગાવી હતી. જેનું પાર્સલ ન આવતા વેપારીએ ગુગલથી કુરીયર કંપનીનો કસ્ટમર કેર નંબર મેળવી સંપર્ક કર્યો હતો. આ નંબર કોલ કરતા ગઠીયાએ લીંક મોકલીને રૂ.5નું ટ્રાંઝેક્શન કરાવ્યા બાદ એકાઉન્ટ હેક કરી ટુકડે ટુકડે રૂ.4.20 લાખ એકાઉન્ટમાંથી તફડાવી લીધા હતા. વેડરોડ સ્કાય હેવન ગુરૂકુળ પાસે રહેતા અને મુળ બોટાદના વતની નિકુંજભાઈ ખૂંટ(32) નાનપુરા ખાતે ઓમ ડિસ્ટ્રીબ્યુટરના નામથી મેડીકલ આઈસીયુને લગતી પ્રોડક્ટરનો વેપાર કરે છે.

તેમણે લા-મેડ હેલ્થકેર પ્રા.લી. કંપનીમાંથી એક્સટેંશન લાઈન પ્રેશર પીસીવી ફ્રી સીએમ વાળી નંગ 1000 મંગાવી હતી. રૂ.88692 રૂપિયાની કીમતની આ પ્રોડક્ટનું પાર્સલ કુરિયર મારફતે આવવાનું હતું પરંતુ અઠવાડીયા બાદ પણ પાર્સલ ન આવતા નિકુંજભાઈએ ગુગલ પરથી કુરિયર કંપનીનો કસ્ટમર કેર નંબર મેળવી તેના પર કોલ કર્યો હતો. નિકુંજભાઈએ પોતાના પાર્સલની ઈન્કવાયરી કરતા સામેથી વાત કરનારા અજાણ્યાએ પાર્સલ રિટર્ન થયું હોવાની જણાવી એક લીંક મોકલી હતી અને જો પાર્સલ પાછુ જોઈતુ હોય તો લીંક પર રૂ. 5 ભરવા પડશે તેમ જણાવ્યું હતું.

જેથી નિકુંજભાઈએ ગુગલ પે ની મદદથી રૂપીયા ટ્રાન્સફર કર્યા હતા પરંતુ થયા ન હતા. ત્યાર બાદ નિકુંજભાઈએ બીજા નંબર પરથી લીંક ડાઉનલોડ કરી તેમા રૂ.5 ટ્રાન્સફર કર્યા હતા. નિકંુજભાઈ જ્યારે 5 રૂપિયા ટ્રાન્સફર કરવા માટે ગુગલ પેનો પાસવર્ડ નાંખી રહ્યા હતા ત્યારે તેમનો મોબાઈલ ફોન હેક કરી લેવાયો હતો.

અજાણ્યાએ રૂ.5નું ટ્રાન્ઝેક્શન થયા બાદ તરત જ ફોન કાંપી નાંખ્યો હતો અને થોડા જ સમયમાં નિકુંજભાઈ અને તેમની પત્નીના એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે રૂ.4.20 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. પોતે ઓનલાઈન છેતરપીંડીનો ભોગ બન્યા હોવાનો ખ્યાલ આવતા આખરે નિકુંજભાઈએ સિંગણપોર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે નિકુંજભાઈની ફરીયાદના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

એક્સપર્ટ વ્યૂ : સ્ક્રિન મીરર એપથી વધુ ચિંટીગ થાય છે
સાયબર એક્સપર્ટ સ્નેહલ વકિલનાએ જણાવ્યું કે, ગુગલ એ રિલાયેબલ સોર્સ નથી માર્કેટીંગ સોર્સ છે જે પૈસા ખર્ચે તેને પહેલા બતાવે. એટલે બેટર છે કે કોઈ પણ સર્ચ કરવું હોઈ તો ઓફિશિયલ વેબ પર કરવું. ઘણી બધી સ્ક્રિન મીરર એપ્લીકેશન છે જેની લીંક મોકલી મોબાઈલની સ્ક્રિન સામે વાળી વ્યક્તિ એક્સેસ કરી તમારા મોબાઈલ પર થતી તમામ એક્ટિવીટી જોઈ શકે છે. ખાસ કરીને લીંક દ્વારા એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું સૌથી ડેન્જર છે. લીંક દ્વારા તમારા મોબાઈલ પર સોશિયલ એન્જિનીયરીંગ એટેક કરવામાં આવે છે. એપ્લીકેશન ડાઉનલોડ કરતી વખતે અલાઉ કરવામાં પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એપ્લીકેશનમાં શું અલાઉ કરવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...