શહેરમાં વધતી ગુનાખોરી ડામવા માટે શહેર પોલીસ કમિશનર અજય તોમરે તમામ પોલીસ સ્ટેશનોમાં પીકઅપમાં સાંજે 6 થી 8 પેટ્રોલિંગ કરવા સૂચના આપી છે. એટલું જ નહિ પોલીસ અધિકારીઓ પર પોતાના વિસ્તારોમાં રાત્રે 8.30 થી 10.30 સુધી પેટ્રોલિંગ કરશે. ગયા વખતે એટલે વર્ષ 2021માં ડિટેકશનની વાત કરીએ તો 85 ટકા ગુનાઓ ઉકેલી નાખ્યા છે. જેમાં હત્યા અને લૂંટના તમામ ગુનાઓ ઉકેલી નાખ્યા છે, એવી જ રીતે આ વર્ષની એટલે વર્ષ 2022ની વાત કરીએ તો જાન્યુઆરીમાં બે હત્યાના બનાવો બન્યા છે. ત્યાર પછીના ફેબ્રુઆરીમાં 11 હત્યાના બનાવો બન્યા છે.
આ હત્યાના બનાવો પૈકી મોટેભાગના ગુનાઓ ડિટેકટ કરી લીધા છે. મોટેભાગે હત્યાના બનાવોમાં ફેમિલી પ્રોબ્લમ, પતિ-પત્ની વચ્ચે અણબનાવ, આડાસંબધો અને પાડોશી સાથેના ઝઘડાઓમાં થતા હોય છે. સૌથી વધારે ગુજ્સીટોકના કેસો પણ સુરત પોલીસે કર્યા છે. પોલીસ કમિશનર અજય તોમરે વધુમાં જણાવ્યું હતું કે, આ ઉપરાંત ડ્રગ્સના પણ ઘણા કેસો કર્યા છે. જેમાં હજુ આરોપીઓને જામીન મળી શકયા નથી.
ટૂંકમાં સુરત પોલીસે ગુનાખોરી ડામવા ખાસ્સી મહેનત કરી છે. બાકી અત્યારના જેટલા પણ હત્યાના બનાવો છે તેમાં મોટેભાગના બનાવો પારિવારીક ઝઘડાને કારણે બન્યા છે. શહેરમાં ચપ્પુ, લાકડા, કે બેઝબોલ લઈને ફરતા કેસોમાં સુરત પોલીસે વર્ષ 2021માં જીપીએકટના 5257 કેસો કર્યા અને આ વખતે વર્ષ 2022ના જાન્યુઆરીમાં 597 કેસો કર્યા હતા. જયારે આર્મ્સ એકટના 2021માં 34 કેસો અને વર્ષ 2022માં 4 કેસો કર્યા છે. ખુદ પોલીસ કમિશનર પણ રાત્રીના સમયે પ્રાઇવેટ કારમાં ચેકિંગ કરવા માટે નીકળતા હોય છે. ગ્રીષ્મા હત્યા કેસ બાદ હવે પોલીસ દ્વારા શાળા,કોલેજ અને ટયુશન કલાસીસના સ્થળે પર વિશેષ વોચ ગોઠવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.