દિવાળીની ખરીદી:કાપડમાં દશેરા-દિવાળીની ધૂમ ખરીદી, કારખાનાં 24 કલાક શરૂ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2 વર્ષમાં માત્ર ગત દિવાળીએ તેજી દેખાઈ પછી મંદીનો માહોલ રહ્યો હતો
  • આ સિઝનમાં છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટશે તેવી વેપારીઓને આશા

છેલ્લાં 8 મહિનાથી કાપડ માર્કેટમાં મંદી રહ્યા બાદ હવે દશેરા અને દિવાળીની ધૂં ખરીદી નિકળવાના કારણે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તુટવાની વેપારીઓને આશા છે. છેલ્લાં 2 વર્ષથી અને ખાસ કરીને 8 મહિનાથી કાપડ માર્કેટમાં મંદી રહી હતી.

માત્ર ગત દિવાળીએ તેજી આવી હતી. ત્યારે વેપારીઓને આશા હતી કે, હવે તેજી જળવાઈ રહશે, પરંતુ દિવાળી-લગ્નસરાની સિઝન પુરી થવાની સાથે જ ટેક્સટાઈલ માર્કેટમાં ધીમે ધીમે મંદી છવાઈ રહી હતી. બીજી તરફ કોલસા અને કેમિકલ મટિરિયલ્સ, ટ્રાન્સપોર્ટશન સહિતમાં ભાવ વધારો થવાને કારણે વેપારીઓને નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો હતો.

મિલો પણ તેની કેપેસિટી કરતાં 60 ટકા ક્ષમતાએ જ ચાલી રહી હતી, પરંતુ હવે માર્કેટમાં તેજીનો ચમકારો જોવા મળી રહ્યો હોવાનું ટેક્સટાઈલના વેપારીઓ કહી રહ્યા છે. કોલકતામાં ઉજવણી કરવામાં આવતા દુર્ગા પુજા, દશેરા અને દિવાળી માટેના ઓર્ડરો વેપારીઓને મળી રહ્યા છે. જેના કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લાં 10 વર્ષના વેપારનો રેકોર્ડ તુટવાની આશા ટેક્સટાઈલના વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

બંગાળમાં ઉજવાતા દુર્ગાપૂજાની પણ ભારે ખરીદી
સુરત મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ કહે છે કે, ‘જાન્યુઆરી બાદ માર્કેટમાં મંદીનું વાતાવરણ રહ્યું હતું. ઓર્ડર ન મળતાં વેપારીઓની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી હતી. પરંતુ હવે માર્કેટમાં ધૂમ ખરીદી નિકળી છે. ખાસ કરીને કોલકાતામાં ધામધૂમથી ઉજવાતા દુર્ગાપુજા, દશેરા અને દિવાળીની ખરીદી નિકળી છે. છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તૂટે તેવું લાગે છે.

અન્ય સમાચારો પણ છે...