ધરપકડ:ઉધના મગદલ્લા રોડના પંપને સળગાવવાનો પ્રયાસ કરનારો ઉદ્યોગપતિનો નબીરો જેલભેગો

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કારમાંથી મળેલી દારૂની બોટલ નબીરો અડાજણમાંથી લાવ્યો હતો

ઉધના મગદલ્લા રોડ પર ઈન્ડિયન ઓઇલના પેટ્રોલપંપને સળગાવાનો પ્રયાસ કરનારા ઉઘોગપતિ નબીરાના 1 દિવસના પોલીસ રિમાન્ડ પુરા થતા કોર્ટે લાજપોર જેલમાં ધકેલ્યો છે. આરોપી દેવ ડેરની કારમાંથી દારૂની બોટલ મળી હતી.

દારૂની બોટલ અડાજણમાંથી બુટલેગર પાસેથી લાવ્યો હતો. આરોપી જેની પાસેથી દારૂની બોટલ લાવ્યો હતો તેનો ફોન નંબર બુટલેગરે પોલીસને આપ્યો છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. નવા વર્ષની મોડીરાત્રેે કારચાલકે કર્મચારીને વગર વાકે 2 તમાચા ઠોકી એરગન માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી.

વધુમાં આરોપી દેવ ડરેએ ડિઝલની નોર્ઝલ ચાલુ કરી જમીન પર ડિઝલ છાંટ્યું હતું. પછી ખિસ્સામાંથી માચીસ શોધવા લાગ્યો હતો. ખિસ્સામાં માચીસ ન મળતા ત્યાં ઊભેલા લોકો પાસેથી માચીસની માંગણી કરી હતી. કર્મચારી અને લોકોના ટોળા સમજાવવા છતાં આરોપી માન્યો ન હતો.

બસ તેનો ઈરાદો પેટ્રોલપંપને આગ લગાડવાનો હતો. લોકોએ તેને ઝડપી લઈ પોલીસને હવાલે કર્યો હતો. કર્મચારી સાથે એક-બે જણાએ હિમ્મત કરી તેને પકડી લેતા મોટી ઘટના બનતા રહી ગઈ હતી. ઉમરા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...