• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • In Surat, Businessman Mahesh Savani Is Running With Youth Organizations More Than Ten Covid Care Centers Provide Free Oxygen Facilities

માનવતા:સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણી યુવા સંગઠનોને સાથે રાખી ચલાવી રહ્યા છે 10થી વધુ કોવિડ કેર સેન્ટર, ફ્રી ઓક્સિજન સુવિધા આપે છે

સુરત6 મહિનો પહેલા
મહેશભાઈ સવાણીએ ‘સેવા’ નામે શરુ કરેલા સંગઠનની સેવાથી હાલ સુરતમાં દસથી વધુ કોવિડ અઈસોલેશન સેન્ટરો મ્હેકી રહ્યા છે.
  • ડોક્ટર દંપતી કોવિડ સેન્ટરમાં સેવા આપે છે

સુરતના ઉદ્યોગપતિ અને હજારો દત્તક દીકરીઓના પિતા એવા ભામાશા ગણાતા મહેશભાઈ સવાણીએ ‘સેવા’ નામે શરુ કરેલા સંગઠનની સેવાથી હાલ સુરતમાં દસથી વધુ કોવિડ અઈસોલેશન સેન્ટરો મ્હેકી રહ્યા છે. ગુજરાત સહિત રાજ્યભરમાં ઓક્સિજનની અછતને પગલે કોરોનાની સ્થિતિ કફોડી બની છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનની કરકસર કરવા સુચના આપી દેવાઈ છે. કોરોનાની પહેલી લહેરમાં સુરતીલાલાઓ સૌરાષ્ટ્ર દોડ્યા હતા પણ બીજી લહેરમાં લોકો હવે સુરત અને અમદાવાદ તરફ સારવાર માટે દોડી રહ્યા છે.

હજુ સુધી એક પણ દર્દીનું નિધન થયું નથી
મહેશ સવાણી દ્વારા સુરતના સ્થાનિક સંગઠનોને સાથે રાખીને 11 જેટલા કોવિડ કેર સેન્ટર ચલાવાઈ રહ્યા છે. જેમાં ફ્રી ઓક્સિજન સુવિધા અપાય છે. આ કાર્યમાં સુરત મનપાના અધિકારીઓ અને આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ પૂર્ણ સહયોગ આપી રહ્યા છે. જે અંગે વાત કરતા તેઓ જણાવે છે કે, કોરોના મહામારીમાં અમારા ડોક્ટર હોવાનો સાચો ફાયદો અને માહિતી મળે એના માટે અમે આ કામ શરૂ કર્યું છે. માનવતાનું ઉદાહરણ રજૂ કરતાં ડોક્ટર દંપતી, ખાનગી દવાખાનામાં બેસીને પૈસા કમાવવાના બદલે કોવિડ સેન્ટરમાં સેવા આપે છે. અહિયાં હજુ સુધી એક પણ દર્દીનું નિધન થયું નથી.

મહેશ સવાણી દ્વારા સુરતના સ્થાનિક સંગઠનોને સાથે રાખીને 11 જેટલા કોવિડ કેર સેન્ટર ચલાવાઈ રહ્યા છે.
મહેશ સવાણી દ્વારા સુરતના સ્થાનિક સંગઠનોને સાથે રાખીને 11 જેટલા કોવિડ કેર સેન્ટર ચલાવાઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રથી આવતા દર્દીઓ માટે તારાપુર પાસે સેન્ટર બનાવ્યું
સુરતમાં હવે સૌરાષ્ટ્ર તરફથી આવતા દર્દીઓનો ઘસારો વધ્યો છે. જોકે, સૌરાષ્ટ્રથી સુરત સુધી 500થી 600 કિલોમીટરનું અંતર કાપી સુરત આવતા દર્દીઓને પણ રસ્તામાં ઓક્સિજનની કમીને કારણે જીવ ગુમાવવો પડયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. જેને લઈને સુરતમાં કોરોના દર્દીઓની વહારે આવેલા સેવા સમિતિ દ્વારા સૌરાષ્ટ્રથી આવતા દર્દીઓને રસ્તામાં ઓક્સિજનની સુવિધા મળી રહે અને સુરત પહોંચી સારવાર મેળવી શકે એ માટે તારાપુર નજીક ઓક્સિજન સેન્ટર ઉભું કરી વધુ એક સગવડ ઉભી કરી છે.

કાર્યમાં સુરત મનપાના અધિકારીઓ અને આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
કાર્યમાં સુરત મનપાના અધિકારીઓ અને આમ આદમી પાર્ટીના નગરસેવકો પણ પૂર્ણ સહયોગ આપી રહ્યા છે.
મહેશ સવાણી દર્દીઓને રૂબરૂ મળે છે.
મહેશ સવાણી દર્દીઓને રૂબરૂ મળે છે.