તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Bus Is The Only Option For Updowners As Trains Are Not Regular In Surat, Fear Of Increasing Transit Due To Continuous Influx Of Passengers At Depots

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખતરો:​​​​​​​સુરતમાં ટ્રેનો રેગ્યુલર ન થતાં અપડાઉન કરનારા માટે બસ એક જ વિકલ્પ, ડેપો પર મુસાફરોનો સતત ધસારો વધતા સંક્રમણ વધવાની ભીતિ

​​​​​​​સુરત11 દિવસ પહેલા
ટ્રેન રેગ્યુલર ન થતાં કોરોના સંક્રમણ વચ્ચે પણ મુસાફરો બસમાં જવા મજબૂર બન્યા છે
  • બસમાં ઉમટતી ભીડથી સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા હાલાકી

સુરત શહેરમાં ઔદ્યોગિક એકમો હોવાને કારણે વિવિધ જિલ્લાઓમાંથી અને રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવે છે. હાલ એક વર્ષ કરતાં વધુ સમય વીતી ગયા બાદ પણ કોરોના સંક્રમણ ઉપર કાબૂ મેળવાયો નથી. કોરોના સંક્રમણ અને કારણે સુરતમાં સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાંથી નોકરી કરવા આવતા લોકો ટ્રેન મારફતે સુરતમાં આવતા હતાં. પરંતુ ટ્રેન વ્યવહાર હજી સંપૂર્ણપણે શરૂ થયો નથી. સુરત વાપી લોકલ ટ્રેન હજી પણ સંપૂર્ણ રીતે શરૂ થઈ ન હોવાથી રોજના લાખોની સંખ્યામાં આવતા મુસાફરો ટ્રેનને બદલે બસનો ઉપયોગ કરી રહ્યા છે. જેને કારણે બસમાં મુસાફરોનો ધસારો સતત વધી રહ્યો છે. જે તેમના માટે જીવલેણ પૂરવાર થઈ શકે છે.

બસનીમ લોકોની ભીડથી કોરોનાનો ખતર વધી રહ્યો છે.
બસનીમ લોકોની ભીડથી કોરોનાનો ખતર વધી રહ્યો છે.

બસમાં ડિસન્ટસ જળવાતું નથી
બસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. જેને પરિણામે મુસાફરો કોરોના સંક્રમણ થવાની શક્યતા વધી જાય છે. સુરત ડેપો દ્વારા વધારાની બસો પણ શરૂ કરવામાં આવી નથી. જેથી કરીને ટ્રેન વ્યવહાર બંધ છે,ત્યારે મુસાફરોની સંખ્યામાં નોંધનીય વધારો થયો છે. જેને ધ્યાનમાં રાખીને એસટી ડેપો દ્વારા જો વધારાની બસો શરૂ કરવામાં આવે તો એક જ બસમાં વધુ મુસાફરોનો ધસારો જોવા મળે નહીં, અને થોડે ઘણે અંશે પણ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવી શકાય.

મુસાફરો મજબૂરીમાં જોખમે પ્રવાસ ખેડી રહ્યા છે.
મુસાફરો મજબૂરીમાં જોખમે પ્રવાસ ખેડી રહ્યા છે.

તંત્ર સામે પડકાર
એક વર્ષ કરતા વધુ સમય પસાર થઇ ગયા છતાં પર સમગ્ર દેશમાં અને વિશ્વમાં કોરોના ઉપર કાબુ મેળવાયો નથી. મહામારીની અસર હજી પણ વિશ્વભરમાં યથાવત જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ મહિનાથી દેશમાં અને રાજ્યમાં કોરોના વધુ વિસ્ફોટક બની રહ્યું છે. સુરતમાં રોજના 600 કરતાં વધારે કોરોના પોઝિટિવ કેસ વાવતા વહીવટીતંત્ર માટે મોટો પડકાર ઉભો થયો છે.

બસમાં મુસાફરોની સંખ્યા વધતા સોશિયલ ડિસ્ટન્સ જળવાતુ નથી.
બસમાં મુસાફરોની સંખ્યા વધતા સોશિયલ ડિસ્ટન્સ જળવાતુ નથી.

સંક્રમણની ભીતિ વધી
સુરત ડેપો પર મુસાફરોનો ધસારો જોતા કોરોના સંક્રમણ માત્ર સુરત પૂરતો જ નહીં પરંતુ અન્ય જિલ્લાઓમાં પણ ઝડપથી ફેલાઈ શકવાની શક્યતાઓ છે,ત્યારે મુસાફરો માટે વધારાની બસો દોડાવવામાં માટેનું આયોજન કરવાની આવશ્યકતા જણાઈ રહી છે.સુરત શહેરમાં રોજના હજારો લાખો લોકો કામકાજ અર્થે છે અન્ય શહેર અને જિલ્લામાંથી આવતા હોય છે. સુરત ડેપો પરથી પસાર થતી બસોમાં લોકો મુસાફરોનો ધસારો ખૂબ જ મોટી સંખ્યામાં જોવા મળે છે. જેને કારણે કોરોના સંક્રમણની ભીતિ વધી જાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો