અકસ્માત:PM મોદીના કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈને જતી ST બસને સુરતના કામરેજ નજીક નડ્યો અકસ્માત, જાનહાનિ નહીં

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • બસના પાછળના ભાગે ટ્રક અથડાતાં અકસ્માત સર્જાયો
  • ટ્રકનો ચાલક અકસ્માત બાદ ટ્રક લઈને ભાગી ગયો

નવસારી જિલ્લામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં લાભાર્થીઓને લઈને જતી એસટી બસને સુરતના કામરેજ નજીક અકસ્માત નડ્યો હતો. પૂરઝડપે આવતી ટ્રક બસની પાછળના ભાગે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત બાદ ચાલક ટ્રક લઈ ભાગી છૂટ્યો હતો.

નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો
નવસારી જિલ્લાના ખુદવેલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હોય જે માટે વિસનગરથી બારડોલી આવવા નીકળેલ એસટી બસને અકસ્માત નડ્યો હતો. કામરેજના ઘલા પાટિયા નજીક ને.હા.48 પર પૂરઝડપે આવતી ટ્રક બસની પાછળના ભાગે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ચાલક ટ્રક લઈ ભાગી છૂટ્યો હતો.

ટ્રાફિક હોવાથી બસ ઉભી હતી અને પાછળથી ટ્રક અથડાઈ
વિસનગર ડેપોની એસટી બસ લઈ ડ્રાઈવર શૈલેષ પટેલ બારડોલી ખાતે આવવા નીકળ્યા હતા. શૈલેષ પટેલ એસટી બસ લઈ કામરેજ તાલુકાનાં ઘલા પાટિયા નજીક પહોંચ્યા હતા. જ્યાં ટ્રાફિક જામ હોવાથી તેઓ બસ લઈ ઊભા હતા. તે સમયે પૂર ઝડપે આવેલા એક ટ્રક(GJ-15-AV-1122)ના ચાલકે ટ્રક બસની પાછળના ભાગે અથડાવી બસને નુકશાન પહોંચાડી ટ્રક લઈ ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે એસટી બસના ચાલકે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...