તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો ગ્રાઉન્ડ રિપોર્ટ:જમીન પર બુલેટ ટ્રેનનું કામ ઝડપી, પ્રથમ સ્ટેશન માટે માર્કિંગ, અન્ડરગ્રાઉન્ડ વીજલાઇન બિછાવાઇ, વૃક્ષો કપાયાં

સુરત5 મહિનો પહેલાલેખક: લવકુશ મિશ્રા
 • કૉપી લિંક
 • 508 કિ.મી. મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પહેલો ગ્રાઉન્ડ રિપોર્ટ જ્યાં પહેલું સ્ટેશન બનશે
 • હાલ આ: અંત્રોલીના પ્રથમ સ્ટેશન માટે 32 સ્થળે ઇલેક્ટ્રિસિટી લાઇન પહોંચાડાઇ, ઠેર-ઠેર NHSRCના માર્ક દેખાઇ રહ્યા છે
 • હવે શું : સૌથી પહેલાં બુલેટ ટ્રેન વાપીથી સુરત થઇને વડોદરા સુધી પહોંચશે, પ્રથમ તબક્કો 2024 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય

દેશના સૌથી મોટા 508 કિ.મી. અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ શરૂ થવાનું છે. તેના 46 ટકા હિસ્સા એટલે કે વાપી-સુરત-વડોદરાનૈા મકરપુરા વચ્ચે 237 કિ.મી. રૂટના નિર્માણ માટે 24 હજાર કરોડ અને વડોદરાના છાણીથી અમદાવાદ સુધીના 87.5 કી.મીના ટ્રેક માટે 7289 કરોડના બે ટેન્ડર એલ એન્ડ ટી કેપનીને ફાળવી દેવાયાં છે. વડોદરા શહેરમાં 8 કિમી જેટલા ટ્રેકની બીડ ખુલવાની બાકી છે. બુલેટ ટ્રેનનું સુરત પાસે જમીન પર કામ શરૂ પણ થઇ ચૂક્યું છે. તેને લઇને ભાસ્કરે સૌપ્રથમ ગ્રાઉન્ડ પર જઇને જોયું કે હાઇ સ્પીડ ટ્રેનનું સ્ટેશન જ્યાં બનવાનું છે ત્યાં હાલ શું હલચલ છે? સુરતમાં સારોલીથી લગભગ 6 કિ.મી. દૂર અંત્રોલી ગામમાં અને તેની આસપાસ ગુજરાત ફાઇબર ગ્રિડ દ્વારા વીજ સપ્લાય માટે અન્ડરગ્રાઉન્ડ લાઇન આપી દેવાઇ છે.

વીજળી: સ્ટેશનના માત્ર એક લોકેશનનું કામ બાકી

ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડના ડેપ્યુટી એન્જિનિયર એસ.ડી.એન. દફડાએ જણાવ્યું કે અંત્રોલી-કોસમાડા-નિયોલ નજીક 33 સ્થળે વીજ લાઇન હટાવીને અન્ડરગ્રાઉન્ડ કરવાની હતી અને એનએચએસઆરસીને ઇલેક્ટ્રિસિટી સપ્લાય લાઇન આપવાની હતી. 32 લોકેશનનું કામ પૂરું થઇ ચૂક્યું છે.

સેન્ટ્રલ પોઇન્ટ : આ નિશાનની આજુબાજુ પ્રથમ સ્ટેશન બનશે

અંત્રોલીમાં સ્ટેશન માટે એલાઈનમેન્ટ તૈયાર કરાઈ રહ્યું છે. મકરપુરાથી વાપી સુધીના પેકેજ- સી4માં પ્રોજેક્ટનો 46.66% હિસ્સો સામેલ છે. જેની લંબાઈ 237 કિમી છે. જેમાં ડબલ લાઈન બ્રિજ, મેન્ટેનન્સ ડેપો(સુરત), ટનલ, સ્ટેશન(વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ)નું કામ કરાશે.

પહેલીવાર... વૃક્ષો કાપવાનું શરૂ, ખેતીના સંસાધનો શિફ્ટ કરાયા​​​​​​​

માર્કિંગ બાદ એ હિસ્સામાં આવતા વૃક્ષો, છોડને કાપવાની સાથે ખેતરોમાં આવતા સિંચાઈ માટે બનાવેલા ટ્યુબવેલ, વોટર સપ્લાય પંપ જેવી વસ્તુઓને શિફ્ટ કરાઈ છે. અંત્રોલી ગામની પાછળ નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન(NHSRCL) દ્વારા પીળા પથ્થરો જમીનથી અલગ કરાયા છે.

હાઇ સ્પીડમાં નિર્માણ

 • વાપીથી મકરપુરા અને અમદાવાદથી છાણી વચ્ચેના બે ટેન્ડર એલોટ કરાયાં
 • વડોદરામાં છાણી-મકરપુર વચ્ચેના ટ્રેકની બીડ ખૂલવાની હજુ બાકી છે

2017થી નવું નિર્માણ શરૂ
અંત્રોલી ગામમાં જ રામનગરમાં જ્યાં પહેલા ખેતરો હતા ત્યાં ગત 3 વર્ષોમાં નવી ઈમારતોની બનવાની શરૂઆત થઈ છે. તેની પાછળથી બુલેટ ટ્રેન દોડશે. રાજસ્થાની વેપારી જગદીપ રાજપુરોહિતે જણાવ્યું કે અહીં અવારનવાર બુલેટ ટ્રેનના અધિકારીઓ વિઝિટ કરવા આવે છે. મારા પણ બે ફ્લેટ આ ઈમારતોમાં જ છે. હું 20 વર્ષથી સુરતના શહેરી વિસ્તારોમાં રહ્યો, હવે ત્રણ વર્ષથી અહીં રહું છું.

આશા : જમીન 30% સુધી મોંઘી
અંત્રોલીના સ્થાનિક લોકોએ ભાસ્કરને જણાવ્યું કે અહીં એક વીઘા જમીનનો જંત્રી રેટ પહેલાથી 93 લાખ રૂપિયા છે. સરકારે તેનાથી પાંચ ગણો વધુ ભાવ આપી વળતર ચૂકવ્યું. એક વીઘા માટે 5 કરોડની ચુકવણી કરી. હવે જ્યારે બુલેટ ટ્રેન કામ શરૂ થવાનું છે ત્યારે જે પ્લૉટ પહેલાથી 70 લાખના હતા હવે તે એક કરોડના થઈ ગયા છે. ભાવ હજુ વધવાની આશાએ લોકો જમીન વેચી રહ્યાં નથી. ગ્રામીણોનો દાવો છે કે ગામમાં વળતર તરીકે કુલ એક હજાર કરોડથી વધુ રૂપિયા મળ્યાં.

હવે એપ્રોચ રોડ બનાવવાની તૈયારી
સ્પોટ પર પહેલીવાર નેશનલ હાઈસ્પીડ રેલવે કોર્પોરેશન(એનએચએસઆરસી)એ તેના રુટમાં લાલ રંગના પથ્થરો પર એનએચઆરસીનું માર્કિંગ કરી દીધું છે. હવે જમીનના કેન્દ્રમાં એપ્રોચ રોડ બનાવવાની તૈયારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો