અમદાવાદ-મુંબઇની વચ્ચે બની રહેલા 508 કિલોમીટર લાંબા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં લગભગ 26 કિલોમીટરનો રૂટ તૈયાર થઇ ગયો છે. આ સાથે જ વલસાડની પાર નદી ઉપર સ્પાન બનાવવાનું શરૂ થઇ ગયું છે. નેશન હાઈસ્પીડ રેલ કોર્પોરેશને આ પુલને પહેલો બુલેટ રેલ બ્રિજ ગણાવ્યો છે. આ નદીની પહોળાઈ 320 મીટર છે. જેમાં 8 ફુલ સ્પાન ગર્ડર શરૂ કરવામાં આવી રહ્યા છે, જેના પર 5 સ્પાન ગર્ડર શરૂ કરવામાં આવ્યા છે. દરેક ગર્ડરની લંબાઈ 40 મીટર છે અને તેના થાંભલાઓની ઊંચાઈ 14.9થી 20.9 મીટર સુધીની છે.
508 કિલોમીટર લાંબા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટમાં લગભગ 26 કિલોમીટરનો રૂટ તૈયાર
ત્યારબાદ નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી નદીઓ પર પુલ બનાવવાની પ્રાથમિક કામગીરી શરૂ કરવામાં આવી છે. મંગળવારે ઉચ્ચ સ્તરીય જાપાની પ્રતિનિધિમંડળ બુલેટ રેલ કોરિડોરનું નિરીક્ષણ કરવા પહોંચ્યું હતું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ જાપાનના વડાપ્રધાનના વિશેષ સલાહકાર ડો. મસાફુમી મુરી કરી રહ્યા હતા. તેમની સાથે મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદ પણ હાજર હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.