તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • Bullet Train: Foundation Work Started In Surat In 3 Years Of Bhumi Pujan, Ground Depth Measurement Is Being Done For Route Up To 237 Km From Vapi To Vadodara In Package C 4.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભારંભ:બુલેટ ટ્રેનના ભૂમિપૂજનના 3 વર્ષે સુરતમાં ફાઉન્ડેશનનું કામ શરૂ, પેકેજ સી-4માં વાપીથી વડોદરા સુધી 237 કિમી સુધીના રૂટ માટે કરાઇ રહી છે જમીનના ઉંડાણની માપણી

સુરત4 મહિનો પહેલા
 • કૉપી લિંક
સી-4 પેકેજમાં વાપી-સુરત- વડોદરા વચ્ચે 237 કિમી રૂટના કરાર હસ્તાક્ષર થયા પછી સી-6 પેકેજના હસ્તાક્ષર પણ થઇ ચૂક્યા છે. - Divya Bhaskar
સી-4 પેકેજમાં વાપી-સુરત- વડોદરા વચ્ચે 237 કિમી રૂટના કરાર હસ્તાક્ષર થયા પછી સી-6 પેકેજના હસ્તાક્ષર પણ થઇ ચૂક્યા છે.

અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેનના ભૂમિપૂજનના ત્રણ વર્ષ બાદ સુરતમાં ફાઉન્ડેશનનું કામ શરૂ કરવામાં આવ્યું છે. સુરતના ચોર્યાસી તાલુકાના વકતાણા ગામથી પસાર થવાવાળી બુલેટ ટ્રેનની જમીનનું ઊંડાણની માપણી કરવાની સાથે માટીની સ્થિતિની પણ તપાસ કરવામાં આવી રહી છે. જલદી જ ફાઉન્ડેશન પણ નાખવામાં આવશે. 508 કિલોમીટર લાંબા આ હાઇસ્પીડ રેલ કોરિડોરમાં વાપીથી વડોદરા વચ્ચે 237 કિલોમીટર લાંબા વાયાડક્ટના ડિઝાઇન અને નિર્માણ માટે નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (એનએચઆરીસીએલ) અને લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી) વચ્ચે 26 નવેમ્બરે કરાર થયા હતા.

બુલેટ ટ્રેન પરિયોજનાનું ભૂમિપૂજન 14 સપ્ટેમ્બર 2017ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ શિંજો અબેએ અમદાવાદમાં સાબરમતિ રેલવે સ્ટેશન પાસે એથલેટિક સ્ટેડિયમમાં કર્યું હતું. વાપીથી વડોદરા વચ્ચે 237 કિમી રૂટમાં વાપી, બિલિમોરા, સુરત અને ભરૂચ સહિત ચાર સ્ટેશન, 14 નદી ક્રોસિંગ, 42 સડક ક્રોસિંગ અને 6 રેલવે ક્રોસિંગ સામેલ છે. આમાં ભરૂચ-વડોદરા વચ્ચે 350 કિમી લાંબી પહાડી સુરંગ બનાવવાનું કામ પણ સામેલ છે.

સૌથી પહેલાં ભાસ્કરમાં: જમીની હકીકત, વકતાણા ગામમાં પ્રાથમિક નિર્માણ શરૂ, બંને રૂટ ક્લિયર: સી-6 પેકેજના કરાર પર સાઈન
સી-4 પેકેજમાં વાપી-સુરત- વડોદરા વચ્ચે 237 કિમી રૂટના કરાર હસ્તાક્ષર થયા પછી સી-6 પેકેજના હસ્તાક્ષર પણ થઇ ચૂક્યા છે. 6 પેકેજમાં વડોદરાથી અમદાવાદ વચ્ચે સિવિલ વર્કનું ડિઝાઇન કન્સ્ટ્રકશન, હાઇસ્પીડ ડબલ લાઇન (87.5), 25 ક્રોસિંગ બ્રિજ 97.5 કિમી લાંબો બ્રિજ

2024 સુધીમાં પૂર્ણ કરવાનો 237 કિમી રૂટ
બુલેટ ટ્રેનના આ 47 ટકા ભાગ માટે 19 ઓકટોબરે ટેક્નિકલ બીડ ખોલવામાં આવી હતી. જેમાં મૂલ્યાંકન પછી સ્વીકૃતિપત્ર 28 ઓકટોબરે જારી કરવામાં આવ્યું હતું. 26 નવેમ્બરે કરાર શરૂ થવાની તારીખથી કામ પુરૂ થવા સુધી ચાર વર્ષનો સમય નક્કી કરવામાં આવશે. અર્થાત 2024 સુધી 237 કિમીનો રૂટ તૈયાર કરી લેવામાં આવશે.

વાપી-વડોદરા રૂટમાં આ કામ થશે

 • 04 સ્ટેશન હશે
 • 01 ડેપો બનશે
 • 14 જેટલા બ્રિજ
 • 42 રોડ ક્રોસિંગ
 • 06 રેલવે ક્રોસિંગ
 • 01 પહાડમાં સુરંગ

જમીન પર પ્રાથમિક કામ ચાલુ થઇ ચૂક્યુ છે
સી-4 પેકેજમાં 237 કિમીના ભાગ માટે પહેલાં જ કરાર કરાઇ ચૂક્યો છે. હવે કોન્ટ્રાક્ટર તરફથી જમીન પર નિર્માણ સંબંધિત કામ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી પહેલાં ફાઉન્ડેશન અને પિલરિંગથી પૂર્વે જમીનની ઊંડાણ માપવાનું અને માટીનું નિરીક્ષણ કરવાનું કામ ચાલુ કરાયું છે. તેની સાથે જ જિયો ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી રહ્યું છે. - સુષ્મા ગૌડ, એડિશનલ જનરલ મેનેજર, પ્રવક્તા એનએચએસઆરીસએલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો