ક્રાઇમ:પીપલોદમાં મામૂલી અકસ્માતમાં બુલેટચાલકે પોલીસકર્મીને માર્યો

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કારગીલ ચોક પાસે બાઈક અડી જતાં બુલેટચાલકે પોલીસકર્મીના દાંત તોડી નાખ્યો હતો. આ બનાવ અંગે ઈકો સેલમાં ફરજ બજાવતા 36 વર્ષીય હેડ.કોસ્ટેબ્લ અજીતસીંહ માનસીંહ પરઘવી ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે બુલેટના ચાલક આર્યન સતીશ કંધારી(રહે,સંસ્કાર ફલેટ્સ)ની સામે ગુનો નોંધ્યો છે. વધુમાં પોલીસે ફરિયાદમાં જણાવ્યું કે ઈકો સેલ બ્રાંચના કર્મચારી અજીતસીંહની પત્નીની તબિયત સારી ન હતી. આથી તેઓ 17મીએ સાંજે મોપેડ પર પત્નીને બેસાડી દવાખાને લઈ જતા હતા. રસ્તામાં પીપલોદ કારગીલ ચોક પાસે અરોરા હોસ્પિટલ પાસે પોલીસવાળાની મોપેડ સાથે બુલેટ અડી ગઈ હતી.

આથી બુલેટચાલકે આવેશમાં આવી પોલીસકર્મીને ગાળો આપી મારામારી કરી હતી. અને જમ‌ણા હાથમાં પહેરેલ સ્ટીલના કડાથી પોલીસવાળાને મોઢાને ભાગે મુક્કો મારી દાંત તોડી નાખ્યો હતો. પોલીસકર્મીની પત્ની બિમાર હોવા છતાં બુલેટ ચાલક કાંઈપણ વાત સાંભળવા તૈયાર ન હતો. ઉમરા પોલીસે પોલીસકર્મીની ફરિયાદ લઈ આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરી છે. હાલમાં હોસ્પિટલના સીસીટીવી કેમેરા આધારે પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...