• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Corporation Building To Be Completed At An Estimated Cost Of Rs 898 Crore, September 20 For Approval In Public Works Committee

પાલિકાની નવી ઈમારત:સુરત કોર્પોરેશનની બિલ્ડિંગ અંદાજિત રૂપિયા 898 કરોડના ખર્ચે તૈયાર થશે, 20 સપ્ટેમ્બરે જાહેર બાંધકામ સમિતિમાં મંજૂરી માટે મુકાશે

સુરત20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાલની સુરત પાલિકાની ફાઈલ તસવીર. - Divya Bhaskar
હાલની સુરત પાલિકાની ફાઈલ તસવીર.
  • સુરત કોર્પોરેશનની બિલ્ડિંગ દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગ્રીન બિલ્ડિંગ તરીકે હશે

સુરત મહાનગરપાલિકાની બિલ્ડિંગ ક્યાં બનાવવાની છે તે અંગેનો નિર્ણય ઘણા સમયથી લેવામાં આવી ચૂક્યો છે. રીંગરોડ જૂની સબ જેલ ખાતે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનું 898 કરોડના ખર્ચે નિર્માણ થશે. તારીખ 20 સપ્ટેમ્બરના દિવસે જાહેર બાંધકામ સમિતિમાં મંજૂરી માટે મૂકવામાં આવશે. સુરત મહાનગરપાલિકાનું નવું ભવન 22100 ચોરસમીટર ક્ષેત્રફળમાં ફેલાયેલું હશે. જેની ઊંચાઈ 109.15 મીટર હશે. કોર્પોરેશનની કચેરીઓની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ઓફિસો માટેની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ બે ટાવર તૈયાર કરવામાં આવશે જે 28 માળના હશે. એકમાં સુરત મહાનગરપાલિકાની ઓફિસ હશે અને બીજા ટાવરમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કચેરીઓને સ્થાન આપવામાં આવશે.

સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે મુકાયા બાદ કામની શરૂઆત થશે
સુરત મહાનગરપાલિકાનું નવું ભવન ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટ સાથે તૈયાર કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતની સૌથી ઊંચી ઇમારત પૈકીની એક હશે. કોર્પોરેશનનું નવું ભવન ખૂબ જ અત્યાધુનિક રીતે તૈયાર કરવામાં આવશે. સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી માટે મુકાયા બાદ કામની શરૂઆત થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ કેટલાક સૂચનો આપવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદી દ્વારા જ રાજ્ય અને કેન્દ્ર સરકારની ઓફિસો પણ અહીં જ તૈયાર થાય એ પ્રકારની સૂચના આપવામાં આવી હતી.

બિલ્ડિંગમાં મેડીટેશન સેન્ટર સહિતની અનેક સુવિધાઓ હશે
કોર્પોરેશનના નવા ભવનમાં ભવિષ્યની કેટલીક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત શહેરની વસ્તીમાં થતા સતત વધારાને ધ્યાનમાં રાખીને લોકોના પ્રતિનિધિત્વની સંખ્યા પણ વધી શકે છે. ભવિષ્યમાં કોર્પોરેટરોની સંખ્યા વધી શકે છે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેટરો માટેની બેઠકવ્યવસ્થાની સંખ્યા પણ વધારવામાં આવશે. બિલ્ડિંગમાં મેડીટેશન સેન્ટર સહિતની અનેક સુવિધાઓ પણ ઊભી કરવામાં આવશે.