અઠવાલાઇન્સની આદર્શ સોસાયટીમાં બિલ્ડરના બંગલામાંથી 1 લાખની કિંમતના સોનાના ઘરેણાં ચોરી કરી કામવાળીના પતિને અમરોલી પોલીસે ઘરેણાં સાથે પકડી પાડયો છે. ચોરીની ખબર પડતા બિલ્ડરે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે નોકરાણીના પતિ રાજુ પુંગરીયા નિગવાલ(મૂળ રહે,મધ્યપ્રદેશ)ની ધરપકડ કરી ચોરીનો મુદામાલ કબજે કર્યો હતો.
વધુમાં મહિલાનો પતિ રિક્ષા ચલાવે છે અને તે પણ બિલ્ડરને ત્યાં બંગલામાં સર્વન્ટ રૂમમાં રહે છે. હોળી–ધૂળેટીના તહેવારમાં બિલ્ડરની પત્નીએ રાત્રીના સમયે સોનાના દાગીના બેડરૂમમાં કબાટમાં રાખ્યા હતા. આ દાગીના મળી આવ્યા ન હતા. ઘરમાં શોધખોળ કરી છતાં મળ્યા ન હતા. આ મામલે બિલ્ડરે ઘરમાં કામવાળીની પૂછ્યું તો તેણે પણ ના પાડી હતી. આથી માલિકે તેને કહ્યું કે જ્યા સુધી દાગીના નહિ મળે ત્યાં સુધી ગામ જવાનું નથી. 14મી તારીખે કામવાળી પતિ સાથે શોપિંગ કરવા ગઈ હતી અને રાત્રે પાછી બંગલા પર આવી ગઈ હતી.
જો કે તેનો પતિ ઘરે આવ્યો ન હતો. એટલામાં મોડીરાતે બિલ્ડર પર અમરોલી પોલીસ સ્ટેશનમાંથી કોલ આવ્યો અને તમારા ઘરેથી કોઈ વસ્તુ ચોરી થયેલ છે એમ પૂછ્યું હતું. આથી બિલ્ડરે સોનાની બંગડીઓ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન અમરોલીએ શંકાના આધારે રાજુ પુંગરિયાની પૂછપરછ કરતાં કામવાળીના પતિની ચોરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી.પોલીસે આરોપીને પકડી મુદ્દામાલ કબજે કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.