તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરોલી મનિષા ગરનાળા નજીક કન્સ્ટ્રકશન સાઇટ ધરાવતા બિલ્ડર પર બાઇક સવાર બુકાનીધારી બે અજાણ્યા ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો કરીને બન્ને કરીને નાસી ગયેલા બન્ને હુમલાખોરો અંગે બિલ્ડરે અમરોલી પોલીસમાં ફરિયાદ આપી હતી. જેથી અમરોલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગેનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે.
આઠ વાગ્યે ઓફિસથી બહાર નીકળ્યા
વરાછા એ.કે. રોડ સ્થિત શારદા વિહાર સોસાયટીમાં રહેતા કાળુભાઇ લક્ષ્મણ સાવલીયા (ઉ.વ .૪૯ મૂળ રહે. સરસઇ ગામ, તા. વિસાવદર, જિ. જુનાગઢ) નરેશ મનજીભાઇ ઇટાલીયા (રહે. ૩૪, ક્રિષ્નાપાર્ક સોસાયટી, ડભોલી ચાર રસ્તા) સાથે ભાગીદારીમાં અમરોલી-ઉત્રાણ રોડ સ્થિત મનિષા ગરનાળા નજીક દિવ્યા મોલ નામની કન્સ્ટ્રકશનની સાઇટ પર ધરાવે છે. ગત રાત્રે 8 વાગ્યે બંને ભાગીદાર સાઇટની ઓફિસે હાજર હતા અને નરેશ ઇટાલીયા મોલની લાઇટીંગનું કામ ચાલુ હતું તે જાવા ઓફિસની બહાર ગયા હતા. કામ પુરૂ થઇ ગયું હોવાથી નરેશે કાળુભાઇને કામ જોવા માટે ફોન કરી ઓફિસની બહાર બોલાવ્યા હતા.
ઘર તરફ જતી વખતે હુમલો
બંને ભાગીદારો લાઇટીંગનું કામ જાયા બાદ નરેશભાઇ ઓફિસમાં ડોક્યુમેન્ટ લેવા ગયા હતા અને કાળુભાઇ પોતાની બાઇક લઇ ઘરે જવા નીકળી રહ્ના હતા. ત્યારે મનીષા ગરનાળા તરફથી ઍક બાઇક ઉપર બે યુવાનો ઘસી આવ્યા હતા. જે પૈકી બાઇક પર પાછળ બેસેલા બુકાનીધારી યુવાને કાળુભાઇ પાસે ઘસી આવી ડાબા પગના સાથળના ભાગે ઉપરાછાપરી ત્રણ ઘા ઝીંકી પુનઃ બાઇક પર બેસી ઉત્રાણ વીઆઇપી સર્કલ તરફ ભાગી ગયા હતા.
પોલીસે તપાસ આદરી
નરેશભાઇને જાણ થતા તેઓ તુરંત જ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાળુભાઇને સારવાર માટે તુરંત જ ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ઘટના અંગે કાળુ સાવલીયાએ હુમલો કરનાર અજાણ્યા વ્યક્તિ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.