આરોપીઓ 2 દિવસના રિમાન્ડ પર:3 બેંક સાથે 33 કરોડનું કૌભાંડ કરનાર બિલ્ડર ટોળકીએ વધુ 1 બેંકને 8 કરોડનું ફુલેકૂં ફેરવ્યું

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વરાછાના અશ્વિન વિરડીયા ટોળકીએ વર્ષ 2010માં નાનપુરાની અલ્હાબાદ બેંકથી લોન લીધી હતી
  • લોન પાસ કરાવવા RBI તરફથી નિમણુંક કરેલા અધિકારીને 40 લાખ આપ્યાનું તપાસમાં સામે આવ્યું

વરાછાના બિલ્ડર અશ્વિન વિરડીયા એન્ડ ટોળકીનું વધુ એક બેંકમાંથી 8 કરોડની લોન કૌભાંડ તપાસમાં બહાર આવ્યું છે. 23 કરોડની લોન પાસ કરાવવા માટે RBIના એક અધિકારી જય ભગવાન ભોરિયાને બિલ્ડરે 40 લાખ આપ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આરોપી અશ્વિને પોલીસ પૂછપરછ માં 2010માં નાનપુરાની અલ્હાબાદ બેંકમાંથી 8 કરોડની લોન લીધાંનું કબુલ્યુ હતું. અશ્વિન સહિત 12 લોકોએ 4 બેંકોમાં બોગસ દસ્તાવેજોથી કરોડોનું લોન કૌભાંડ કર્યુ હતું.

સિંગણપોરની શ્રીજી કોર્પોરેશનના 6 ભાગીદારો પૈકી અશ્વિન વિરડીયા પાસે દેવ પ્રયાગ રેસીડન્સીની બિલ્ડિંગ નં-એ-1ના પાવર હતા. બિલ્ડરે 2012માં પાવરના આધારે ફલેટ મહેશ ત્રિવેદીને વેચાણ કર્યો હતો. બિલ્ડરે તે ફલેટ બાદમાં તેની ભાભી અસ્મિતાને વેચ્યો હતો. ત્રીજીવાર બિલ્ડરે ફલેટ રાજેશ દેવાણી અને વિપુલ દેવાણીને વેચ્યો હતો. 2016માં મહેશ પાસેથી ફલેટ બિલ્ડરે ખરીદી લીધો હતો. 23 કરોડ લોન કૌભાંડમાં અશ્વિન, પત્ની રીટા અને ભાભી અસ્મિતા, રાજેશ દેવાણી, વિપુલ દેવાણી અને નાસિક મર્ચન્ટ બેંકના મેનેજર જાલધરનાથની ધરપકડ કરી છે. આરોપીઓને કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે.

બેંક અધિકારી સહિત 12 સામે ગુનો, 1 ફ્લેટ પર અનેક વખત લોન
ઈકો સેલના જણાવ્યા મુજબ નાસિક મર્ચન્ટ બેંકના ઓફિસરે વેલ્યુએશન રિપોર્ટ પહેલા લોન મજૂર કરી દીધી હતી. બિલ્ડર અશ્વિન વિરડીયા, પત્ની સહિત 12 જણાએ 3 બેંકોમાં ફલેટ અને અન્ય મિલકતો મોર્ગેજ મુકી 33.25 કરોડનું લોન કૌભાંડ કર્યુ હતું. ક્રાઇમબ્રાંચે બિલ્ડર, પત્ની, ભાભી, બેંકના અધિકારી, વેલ્યુઅર સહિત 12 સામે ઠગાઈનો ગુનો નોંધ્યો છે. આરોપી અશ્વિન અને ટોળકીએ એક ફ્લેટનું વેચાણ કર્યા બાદ તેનો દસ્તાવેજ બનાવી અન્ય વ્યક્તિને વેચી દેતા. ખરીદ અને વેચાણ પણ અશ્વિનના માણસો જ કરતાં. બેંકથી લોન લીધા બાદ ફરી તે જ જમીન અને ફ્લેટનો બોગસ દસ્તાવેજ બનાવી બેંકથી લોન લેતા.

બેંક મેનેજરે ફરિયાદ કરતાં કૌભાંડ ખુલ્યું
બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરે પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે તપાસ કરતાં આ કૌભાંડ સામે આવ્યું હતું. લોનનો આંકડો હજુ વધી શકે છે. આ મામલે અત્યારે કઇ કહી શકાય તેવું નથી.-એવાય બલોચ, પીઆઇ ઇકોનોમિક સેલ

અન્ય સમાચારો પણ છે...