સુરત તક્ષશિલા અગ્નિકાંડ:હાઇકોર્ટે બિલ્ડર દિનેશને વાલીઓને 60 દિવસમાં જ 35 લાખ ચૂકવવા હુકમ કર્યો, 14માંથી 13 આરોપીને જામીન

સુરત16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

તક્ષશિલા અગ્નિકાંડમાં સંડોવાયેલા આરોપી બિલ્ડર દિનેશ વેકરિયાને હાઇકોર્ટે રૂપિયા 35 લાખ 60 દિવસમાં ભરવાની શરતે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. આ સાથે જ આ કાંડના કુલ 14 આરોપીઓ પૈકી 13ને જામીન મળી ચુક્યા છે. હવે જેલમાં આરોપી ટયુશન સંચાલક ભાર્ગવ બુટાણી જ છે.

ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર
ગુજરાત હાઇકોર્ટ - ફાઇલ તસવીર

સરથાણા ખાતેના તક્ષશિલા આર્કેડમાં આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. દરમિયાન બિલ્ડિંગમાં ચાલતા ટ્યુશન ક્લાસિસમાંથી જીવ બચાવવા માટે કેટલાક વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસિસના ચોથા માળેથી કૂદી પડયા હતા. આ ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મોત નીપજ્યાં હતા. આગની આ ઘટનામાં ક્રાઇમ બ્રાન્ચે તપાસ આગળ વધાવી કુલ 14 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં પાલિકા, વીજ કંપની ફાયર બ્રિગેડના અધિકારીઓ ઉપરાંત બિલ્ડરોનો સમાવેશ થતો હતો.

દરમિયાન બિલ્ડર દિનેશ વેકરિયાની સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આરોપીએ હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જે કોર્ટે મંજૂર રાખી હતી. સ્થાનિક લેવલે મૂળ ફરિયાદ તરફે આ કેસમાં એડવોકેટ પિયુષ માંગુકિયાએ દલીલો કરી હતી. દરમિયાયન હાઇકોર્ટે વાલીઓને વળતર રૂપે 60 દિવસમાં 35 લાખ ચૂકવવાની શરતે આરોપી વેકરિયાને જામીન પર મુકત કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...