ધરપકડ:16.51 કરોડનાં લોન કૌભાંડમાં બિલ્ડરબંધુની ભરૂચથી ધરપકડ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રિંગરોડની તામિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે 16.51 કરોડ રૂપિયાની લોન લઇ ચુકવણી ન કરવાના મામલે ઈકો સેલે 2 બિલ્ડરબંધુઓની ધરપકડ કરી છે. બિલ્ડર વિજય ફિણવીયા, દયાબેન ફિણવીયા, બિલ્ડર જયદીપ ફિણવીયાએ બેંકમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરી 2.85 કરોડની લોન લીધી હતી.આ પહેલા પણ બિલ્ડરબંધુઓએ ભરૂચની ઈન્ડિયન બેંકમાંથી 7.77 કરોડની લોન લઈ કરોડોની રકમ ચાંઉ કરી હતી. આ કેસમાં બન્ને ભાઈઓ 6 મહિનાથી ભરૂચની જેલમાં છે.

અન્ય સમાચારો પણ છે...