પહેલીવાર ઈ-બજેટ રજૂ કરાયું:સુરત પાલિકાની સામાન્ય સભામાં 7288 કરોડના બજેટ પર ચર્ચા, ઘરેથી ટીફિન લાવીને AAPના કોર્પોરેટરો જમ્યા

સુરત6 મહિનો પહેલા
પાલિકાએ ભોજનની વ્યવસ્થા કરી હોવા છતાં આપના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવતાં ઘરેથી લાવેલું ટીફિન સાથે બેસી જમ્યા હતાં.
  • વિરોધ પક્ષમાં ભંગાણ બાદની બજેટની પહેલી સભા તોફાની બને તેવી ભીતિથી સુરક્ષા વધારાઈ
  • સામાન્ય સભામાં લતા મંગેશકર અને ગ્રીષ્માને અજલી આપી પાંચ મિનિટ સભા મોકૂફ રખાઈ

સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે આજે સામાન્ય સભા સમક્ષ બજેટ રજૂ કર્યું હતું. 7288 કરોડનું બજેટ રજૂ કરીને વિસ્તૃત ચર્ચા શરૂ કરી હતી. આ બજેટમાં તેઓએ એક મહિનાના માત્ર 300 રૂપિયામાં વિદ્યાર્થીઓને બસમાં લીમીટેડ બસ મુસાફરી માટેની જાહેરાત કરી હતી. આ વર્ષે પહેલી વાર બજેટ રજૂ કરવાના બદલે બજેટમાં ક્યા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે. તેની વિસ્તૃત જાણકારી સ્થાયી સમતિ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે.સાથે જ પાલિકાના આમ આદમીના કોર્પોરેટર ભાજપમાં જોડાઈ જતાં સભા તોફાની ન બને તે માટે સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.સામાન્ય સભામાં લતા મંગેશકર અને ગ્રીષ્માને અજલી આપી પાંચ મિનિટ સભા મોકૂફ રખાઈ હતી.

પેપરલેસ સમાન્ય સભા
સુરત મ્યુનિ.ની બજેટની પહેલી એવી સામાન્ય બની હતી, જે પેપરલેસ અને ઈ-બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવે છે. તેનો પહેલી વખત એક સાથે બહોળો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે, આ ઈ બજેટના કારણે પર્યાવરણની જાળવણી સાથે આર્થિક બચત પણ છે. આ બજેટમાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એનર્જી સેવિંગના લક્ષ્યાંક માટે પહેલી વાર બીઆરટીએસ રૂટ પર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. બીઆરટીએસ રૂટ પર સોલાર સાથે હોર્ડિગ્સ માટે પણ આયોજન કરવામા આવ્યું છે. આ ઉપરાંત આ બજેટમાં ફાયરની કામગીરી વધુ સુદઢ બને તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે જોડી દેવાની કામગીરી કરવામાં આવશે. હોનારત થાય ત્યારે પાંચથી સાત મીનીટમા દરેક પદાધિકારી, અધિકારીઓ અને જે લોકો કામગીરી માટે જોડાયા હોય તેવા લોકોને તરત જાણ થાય તે માટે જીઓ મેપીંગ સાથેના મેસેજ મોકલવામા આવશે. આ કામગીરીના કારણે આગ અકસ્માતમાં ઝડપથી કામગીરી થઈ શકશે.

આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર માટે સુરક્ષા બંદોબસ્ત વધારાયો હતો.
આપમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર માટે સુરક્ષા બંદોબસ્ત વધારાયો હતો.

સીસી રોડ બનાવવામાં આવશે
આ ઉપરાંત તેઓએ શહેરના મહત્વના રોડ ડામર રોડને બદલે સીસી રોડ બનાવવા માટેની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે તેના માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાની વાત તેઓએ કરી હતી. ટ્રાફિક સમસ્યા માટે જ્યાં ટ્રાફિક સમસ્યા છે ત્યાં બ્રિજ કે ફ્લાય ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય કે કેમ ? તે માટે ફીજીબીલીટી માટેની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને બસમાં ઘણાં ઓછા પૈસામાં લીમીટેડ મુસાફરી માટનો નિર્ણય કર્યો છે તેમ પણ કહ્યું હતું. આ ઉપરાંત તમામ ઝોનમાં 50 બેડની હોસ્પીટલ શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.

આપમાંથી 6 કોર્પોરેટર ભાજપમાં જોડાતા બંદોબસ્ત વધ્યો
આપમાંથી ભાજપમાં જોડાયેલા 6 કોર્પોરેટરોની પહેલી સામાન્ય સભા યોજાઈ છે. વિરોધ પક્ષમાં ભંગાણ બાદની બજેટની પહેલી સભા તોફાની બને તેવી ભીતીથી ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.સુરત મ્યુનિ.ના સૌથી નબળા વિપક્ષ આમ આદમી પાર્ટીના એક સાથે 6 કોર્પોરટેરો આપ છોડીને ભાજપમાં જોડયા બાદની આજે પહેલી બજેટની સામાન્ય સભા છે. આ પક્ષ પલ્ટાના કારણે ગિન્નાયેલા વિપક્ષ દ્વારા તોફાન મચાવવામાં આવે તેવી ભીતીના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્તને ગોઠવી દેવામા આવ્યો છે. પાલિકાની સામાન્ય સભા પહેલાં પોલીસ, એસ.આર.પી. અને સિક્યુરીટીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યા છે. સભા પહેલાં બન્ને પક્ષના સભ્યોની સંકલન સભા રાખવામાં આવી છે જેમાં ભાજપની સંકલનમાં આપમાંથી ભાજપમાં જોડાયેલા 6 કોર્પોરટેરોની હાજરી જોવા મળી હતી.

સામાન્ય સભામાં અંજલિ આપવામાં આવી હતી.
સામાન્ય સભામાં અંજલિ આપવામાં આવી હતી.

સામાન્ય સભામાં લતા મંગેશકર અને ગ્રીષ્મમાં ને અંજલિ અપાઈ
પાસોદરાની ગ્રીષ્મા વેકરીયાની નિર્મમ હત્યાના પડઘા દેશભરમાં પડ્યા છે, ત્યારે બુધવારે મળેલી મહાનગર પાલિકાની સામાન્ય સભામાં પણ ગ્રીષ્માને અંજલિ આપી સભા પાંચ મિનિટ માટે મુલતવી રાખવાની દરખાસ્ત મેયર હેમાલી બહેન દ્વારા સભા ગૃહમાં રજૂ કરાઈ હતી. તેમજ લતા મંગેશકરને અંજલિ આપતી દરખાસ્ત ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ રજૂ કરી હતી.

વિપક્ષી સભ્યો બજેટની સભામાં ટિફિન લઈને આવ્યા
સુરત મનપામાં તળજોડનું રાજકારણ ચરમસીમા પર છે. ભાજપ શાસકોએ છેલ્લા 10 દિવસમાં વિપક્ષના 6 સભ્યોને તોડ્યા છે, ત્યારે વિપક્ષે હવે શાસકોથી અંતર રાખવાની નીતિ અપનાવી હોય બજેટની સભામાં ભોજનની વ્યવસ્થા કરાઈ હોવા છતાં વિપક્ષે શાસકોએ વ્યવસ્થા કરેલું ભોજન નહી લેવા નિર્ણય લીધો છે. વિપક્ષી નેતાએ પોતાના તમામ સભ્યોને ટિફિન લઈને આવવા સૂચના આપી હતી. જોકે અમુક વિપક્ષી સભ્યો ટિફિન નહી લાવતા વિપક્ષની એકતાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે.

સામાન્ય સભામાં વિપક્ષે પક્ષપલ્ટુઓના વિરોધમાં સફેદ કપડાં પહેરી શોક વ્યક્ત કર્યો હતો.
સામાન્ય સભામાં વિપક્ષે પક્ષપલ્ટુઓના વિરોધમાં સફેદ કપડાં પહેરી શોક વ્યક્ત કર્યો હતો.

વિપક્ષે સફેદ કપડાં પહેરી શોક વ્યક્ત કર્યો
વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું કે, સામાન્ય સભામાં આજે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો સફેદ કપડાં પહેરીને આવ્યા છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જે કોર્પોરેટરો ગયા છે. તેઓએ પોતાનું ઝમીર અને આત્માને મારી નાખ્યો છે. તેને લઈને આપણી સંસ્કૃતિ પ્રમાણે શોક વ્યક્ત કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે સૌ કોઈ આજે સામાન્ય સભામાં શ્વેત વસ્ત્રો પહેરીને આવ્યા છીએ.