મંત્રીની સ્પષ્ટતા:દસ્તાવેજ નોંધણી માટે BU, પ્લાન રજૂ કરવા મરજિયાત

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીએ મૌખિક આદેશ આપ્યા, લેખિતમાં આપ્યું નથી
  • બારની રજૂઆત બાદ કાયદા મંત્રીની સ્પષ્ટતા

દસ્તાવેજમાં લોકોને પડતી મુશ્કેલી મામલે મંગળવારે બાર એસો.ને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી. એસો.ના પ્રમુખ રમેશ કોરાટે કહ્યું કે હવે 7-12, પ્લાન, બી.યુ. પરમીશન મરજિયાત રહેશે. કાયદા મંત્રીએ આ અંગે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે. મુલાકાતામાં સ્ટેમ્પ ડયૂટી મુદ્દે પણ ચર્ચા થઈ હતી. હાલ એવી જોગવાઈ છે કે જો મિલકતની અગાઉની સ્ટેમ્પ ડયૂટી બાકી હોય તો દસ્તાવેજ થતા નથી. આ અંગે બે દિવસમાં અધિકારીઓ સાથે ચર્ચા કરાશે.

ભ્રષ્ટાચારની ફરિયાદો છતાં સબ રજિસ્ટ્રારમાં કેમેરા નથી : સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં કેમેરા લગાવાયા જ આવ્યા નથી. વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ હોવા છતાં કેમેરા કેમ નથી એ સવાલ ચર્ચાની એરણે છે. આ અંગે ઇન્સપેક્ટર જનરલ સવાણીએ કહ્યું કે હાલ માત્ર રેકર્ડ રૂમમાં કેમેરા છે.

દસ્તાવેજ બનાવનારા લોકો માટે સરળતા રહેવી જરૂરી
દસ્તાવેજ બનાવવામાં હાલ લોકોને હાલાકી પડી રહી છે. કેમકે ફોર્મેટ બદલાયું છે. સાક્ષીઓ હોય તેઓની પણ લાંબી પુછપરછ થાય છે. કોઇપણ પ્રોસિજર સરળ હોવી જોઇએ જેથી પક્ષકારોના કામ સરળ બને.’ > નસીમ કાદરી, એડવોકેટ

અન્ય સમાચારો પણ છે...