પાલિકાની કાર્યવાહી:BU અને વિકાસ પરવાનગી નહીં લેનારી શહેરની 46 હોસ્પિટલો એકસાથે સીલ, 9ને સંપૂર્ણપણે બંધ કરાઈ

સુરત14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાની બીજી વેવમાં લાપરવાહી સામે આવતાં હોસ્પિટલો વિરુદ્ધ પાલિકાની કાર્યવાહી
  • કુલ 200 પાસે BU નથી, 199 પાસે વિકાસ પરવાનગી નથી, બાકી રહેલી હોસ્પિટલની યાદી તૈયાર

કોરોના બીજી લહેરમાં રાજ્યની કોવીડ હોસ્પિટલોમાં આગની ઘટનાઓ અંગે સુપ્રિમ કોર્ટના કડક વલણને પગલે પાલિકાએ વિકાસ પરવાનગી મેળવ્યા વગર જ શરૂ થઇ ગયેલી 199 હોસ્પિટલો પૈકી 46 હોસ્પિટલોને એક સાથે સીલ માર્યું હતું. બાકી રહેલી હોસ્પિટલોની યાદી તૈયાર કરી છે. શહેરની 883 હોસ્પિટલોમાં સરવે કરાયો હતો. જેમાં બીયુ મેળવ્યા વગર જ 349 હોસ્પિટલ જ્યારે 290 હોસ્પિટલો તો વિકાસ પરવાનગી વગરની મળી આવી હતી.

પહેલાં રાહત આપવાનું નક્કી કરાયું હતું
કોવિડ કાળમાં કાર્યવાહી કરવી ઉચિત ન જણાતા ટેમ્પરરી રાહત આપવાનું નક્કી કરાયું હતું. જોકે સુપ્રિમે રાજ્ય સરકારને રિપોર્ટ રજૂ કરવા સુચના આપી હતી. જેથી પાલિકાએ બીયુસી વગરની 200 જ્યારે વિકાસ પરવાનગી વગરની 199 હોસ્પિટલોની યાદી સાથે રિપોર્ટ મોકલ્યો હતો.

હોસ્પિટલો પાલિકાની નોટિસને ઘોળીને પી ગઈ હતી
નિયમ વિરૂદ્ધ ચાલતી હોસ્પિટલોએ નોટિસ પિરિયડની અવગણના કરતાં બુધવારે કુલ 46 હોસ્પિટલો સામે સીલ કાર્યવાહી કરાઇ છે. જેમાં 9 હોસ્પિટલોને સંપૂર્ણપણે સીલ તો બાકીની 37 હોસ્પિટલોના કેટલાક મહત્વના પાર્ટ સીલ મારી દેવામાં આવ્યા હતા.

પાલિકાહોસ્પિટલહોસ્પિટલનો
ઝોનઆખી સીલપાર્ટ સીલ
કતારગામ24
વરાછા-એ012
વરાછા-બી51
લિંબાયત08
ઉધના25
રાંદેર07

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...