ક્રાઇમ:'ભાઈ કો પૈસા નહીં દિયા તો ગેમ કર ડાલેંગે’ વેડરોડના યુવકને ખંડણી માટે ધમકી આપી

સુરત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • વાહન લે-વેચનું કામ કરતા નરેન્દ્રએ 3 આરોપી સામે ફરિયાદ નોંધાવી

વેડરોડ પર વાહનોની લે-વેચનું કામ કરતા યુવકને વેડરોડ દરવાજા ખાતે રહેતા સમીર માંડવાએ ખંડણી માટે ધમકી આપી ત્રાસ આપતા લાલગેટ પોલીસ સ્ટેશનમાં સમીર અને તેના ત્રણ માણસો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. લાલગેટ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર વેડરોડ નજીક પર ધાસ્તીપુરામાં ખાનસાહેબના ભાઠા ખાતે રહેતા નરેન્દ્ર ઉર્ફ નરૂ રાજુભાઈ પરદેશી વાહનોની લે-વેચનું કામ કરે છે. આરોપી સમીર ઉર્ફ સમીર માંડવો સલીમખાન પઠાણ વેડ દરવાજાનો બદમાશ છે. છેલ્લા ઘણા દિવસથી સમીર માંડવો નરેન્દ્ર પરદેશીને વાંરવાર ફોન કરીને ધમકી આપીને ખંડણી માંગતો હતો.

સમીર માંડવા નરેન્દ્રને ફોન કરીને ધમકી આપતો કે માંડવા બોલતા હુંુ,ક્યા કરના હૈ બોલ મેરે કો, તુ મુઝે મિલ લે, નહીં તો મૈં ખુદ આતા હું તેરે ધંધે પે, યે મજાકમંે લેને વાલી બાત નહીં હૈ.તુ બોલ.તુ આયેગા કે છોકરે કો ભેજું. નરેન્દ્રએ પછીથી ફોન કરવા કહ્યું હતું. 17મી જાન્યુઆરીએ સમીર માંડવાના માણસોએ નરેન્દ્રના ઘર પાસે આવીને નરેન્દ્રના મિત્ર રફીક અને અલ્તાફને પણ માર માર્યો હતો.

સમીરના માણસોએ નરેન્દ્રને ગાળો આપીને કહ્યું હતું કે સમીરભાઈ કો અભી તક તુને પૈસા ક્યું નહીં દિયા. અગર તુને ભાઈ કો પૈસા નહીં દિયા તો તેરી ગેમ કર ડાલેંગે. આમ સમીર નરેન્દ્ર પાસે તે જગ્યાએ ધંધો કરવા માટે દર મહિને ખંડણી માંગતો હતો. આમ વારંવાર ખંડણીની ધમકી થી ત્રસ્ત થઇને નરેન્દ્ર પરદેશીએ આરોપી સમીર માંડવો અને તેના ત્રણ માણસો વિરુદ્ધ લાલગેટ પોલીસ સ્ટેશનમાં ખંડણીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...