કાળાકારોબાર પર બુલડોઝર ફર્યુ:સુરત પોલીસ પર હુમલો કરનાર સજ્જુ કોઠારીના ભાઈ આરિફની ગેરકાયદે જુગાર ક્લબ પોલીસે તોડી પાડી

સુરત4 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુભાષનગરમાં આવેલી જુગાર ક્લબ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું. - Divya Bhaskar
સુભાષનગરમાં આવેલી જુગાર ક્લબ પર પોલીસે બુલડોઝર ફેરવી દીધું.
  • લોખંડના દરવાજા ખોલી જગ્યાને તોડી પડાઈ

સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીના ભાઈ આરિફની સુભાષનગરમાં આવેલી જુગાર ક્લબ પર પોલીસે બૂલડોઝર ફેરવી દીધી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત મંગળવારે આરિફ કોઠારીને ઝડપી પાડ્યો હતો. દરમિયાન ટોળું હુમલો કરી આરિફને છોડાવી ગયું હતું. હજુ સુધી આરિફ પોલીસ સંકજામાં આવ્યો નથી. ત્યારે તેના ગેરકાયદે કાળાકારોબાર તોડી પાડવાનું પોલીસે શરૂ કર્યું છે. આ અગાઉ સજ્જુ કોઠારીના ગેરકાયદે ધંધાઓને તોડી પાડવામાં આવ્યા હતા.

સજ્જુ કોઠારી સાથે તેના ભાઈ સામે પણ ગુનો નોંધાયેલો છે
ગત મંગળવારના રોજ રાત્રે નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીને પકડવા ગયેલી પોલીસ પર તેના પન્ટરોએ હુમલો કરી માથાભારે આરીફ કોઠારીને છોડાવી ગયા હતા. ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કર્યો હતો. આ ઘટના મંગળવારે મોડીરાતે બની હતી. સચીન લાજપોરની બહારથી અગાઉ માથાભારે સજ્જુ કોઠારી રાંદેર પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જે તે વખતે સચીન પોલીસમાં માથાભારે સજ્જુ કોઠારી, તેનો ભાઈ સહિત 3 જણા સામે ગુનો દાખલ થયો હતો. આ ગુનામાં માથાભારે આરીફ કોઠારીની પણ મદદગારી હતી. આ અંગેની રાંદેર પોલીસને બાતમી મળી હતી.

પોલીસે તપાસ કરતા જુગાર ક્લબ આરિફનું હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે તપાસ કરતા જુગાર ક્લબ આરિફનું હોવાનું સામે આવ્યું હતું.

ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી આરિફને છોડાવ્યો હતો
રાંદેર પોલીસના ડી સ્ટાફ પીએસઆઈ હડીયા અને સ્ટાફના 4 માણસો આરિફ કોઠારીને રાંદેર ચન્દ્રશેખર આઝાદ બ્રીજના નીચે સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં પકડવા ગયા હતા. પોલીસની ટીમે આરીફને પકડી ઝુંપડપટ્ટીની બહાર લાવી જીપમાં બેસાડવા જતા હતા એટલામાં તેના પન્ટરો અને કેટલી મહિલાઓએ હોબાળો કરી અચાનક પોલીસના માણસો પર હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ સાથે ઝપાઝપી કરી આરિફને છોડાવી ત્યાંથી ભગાડી મુક્યો હતો. ટોળાએ પોલીસ પર પથ્થરમારો પણ કરી દીધો હતો. જેના કારણે પોલીસના જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હોવાની વાત છે. આ ઘટનાને લઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા.

આરિફ પર સકંજો કસવા માટે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.
આરિફ પર સકંજો કસવા માટે ગેરકાયદે બાંધકામ તોડી પડાયું.

પોલીસ ઉપર હુમલો કરનાર 12ની ધરપકડ
મંગળવારે આરિફ કોઠારીને છોડાવવા માટે ટોળું પોલીસ ઉપર તૂટી પડ્યું હતું. સબ ઇન્સપેક્ટરનો શર્ટ પણ ફાડી નાંખવામાં આવ્યો હતો. જેને લઇને પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. હુમલાખોરો સહિત સંખ્યાબંધ વ્યક્તિઓને ડિટેઇન કરવામાં આવ્યા હતા. ગુરુવારે ખરાઇને અંતે કુલ 12ની ધરપકડ કરાઇ હતી. જોકે આરિફ કોઠારી હજુ પણ પોલીસના સંકજામાં નથી આવ્યો.