તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સુરતમાં બેફામ સ્પીડમાં જતો ટ્રક દિવાલ તોડી મકાનમાં ઘૂસી ગયો, ઘટનામાં કોઈ જાનહાનિ નહીં

સુરત22 દિવસ પહેલા
ઘટનામાં એક બાઈકને પણ નુકસાન થયું હતું.
  • ટ્રકનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની ચર્ચા
  • સરથાણા પોલીસ સ્ટેશન નજીકનો બનાવ

સુરતમાં સરથાણા વિસ્તારમાં બેફામ સ્પીડે જતો ટ્રક દિવાલ તોડી એક મકાનમાં ઘૂસી ગયો હતો. ઘડાકાભેર ટ્રક મકાનમાં ઘૂસી જતા લોકો દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી અને ટ્રકના ડ્રાઈવરને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

ધડાકાભેર સર્જાયેલી આ ઘટના બાદ આસપાસથી લોકો દોડી આવ્યા.
ધડાકાભેર સર્જાયેલી આ ઘટના બાદ આસપાસથી લોકો દોડી આવ્યા.

ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો
સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક આજે એક ટ્રક (GJ-05-BV-8957) રેતી અને કપસી ભરી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ત્યારબાદ સરથાણા પોલીસ સ્ટેશન નજીકમાં આવેલા એક મકાનમાં દિવાલ તોડી અંદર ઘૂસી ગયો હતો.

ડ્રાઈવરને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.
ડ્રાઈવરને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.

ટ્રકના ડ્રાઈવરને પકડી પોલીસ સ્ટેશન લઈ જવાયો
ધડાકાભેર સર્જાયેલી આ ઘટના બાદ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ટ્રકના ડ્રાઈવરને પકડી પાડ્યો હતો. ત્યારબાદ ડ્રાઈવરને સરથાણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. એક ચર્ચા પ્રમાણે, ટ્રકનો ડ્રાઈવર દારૂના નશામાં હતો.