તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સુરતના પાંડેસરામાં મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કારખાનામાં બીજા માળે આગ લાગતાં કારીગરોમાં ભાગદોડ, ભારે જહેમતે આગ કાબૂમાં આવી

સુરતએક મહિનો પહેલા
ફાયર વિભાગની 10-12 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
  • આગના પગલે કારખાનામાં લાખોનું નુકસાન થયું હોવાનો અંદાજ છે
  • કાલી અંબા નામનું કારખાનું અને જરી સાથે ગોડાઉનના કામમાં પણ લેવાતું

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં મારૂતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના એક કારખાનામાં બીજા માળે વહેલી સવારે આગ લાગી જતા કારીગરોમાં ભાગદોડ મચી ગઇ હતી. જોકે પાડોશી ખાતાના કારીગરે ફાયરને જાણ કરી દેતા 10-12 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં આવતા ફાયરના જવાનો અને આજુબાજુના કારખાનેદારોએ રાહતનો દમ લીધો હતો. આ આગ દુર્ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન કરાઈ રહ્યું છે.

ફાયર વિભાગે કલાકો બાદ આગને કાબૂમાં લીધી
ચંદનસિંગ (ફાસ્ટ પર્સન) એ જણાવ્યું હતું કે હું તો સુપર વાઇઝર છું, અચાનક મારા ખાતાની બાજુના કાલી અંબા નામના કારખાનામાંથી ધુમાડો નીકળતો જોઈ તાત્કાલિક શેઠને ફોન કરી દીધો હતો. ત્યારબાદ ગણતરીની મિનિટોમાં ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી કલાકો બાદ આગને કાબૂમાં લઈ લીધી હતી. આગની ઘટનાને લઈ કારીગરોમાં ભાગદોડ મચી ગઇ હતી.

કારખાનામાં બીજા માળે આગ લાગી હતી.
કારખાનામાં બીજા માળે આગ લાગી હતી.

3-4 ફાયર સ્ટેશનની ગાડીઓ પહોંચી ગઈ હતી
કૃષ્ણ મોઢ (ફાયર ઓફિસર) એ જણાવ્યું હતું કે કોલ લગભગ સવારે 6:19 નો હતો. કાપડના કારખાનામાં આગ લાગી હોવાના કોલ બાદ 3-4 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. 2-3 કલાકમાં આગ કાબૂમાં લેવાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં જરીના બોબીન, જરીનો સામાન, ફીરકા, સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. કાલી અંબા નામનું કારખાનું હોવાનું અને જરી સાથે ગોડાઉનના કામમાં પણ લેવાતું હોવાનું સામે આવ્યું છે. આગ બીજા માળે લાગી હતી.

ફાયર વિભાગે ભારે જહેમતે આગ કાબૂમાં લીધી.
ફાયર વિભાગે ભારે જહેમતે આગ કાબૂમાં લીધી.