આગ દુર્ઘટના:સુરતના હજીરામાં રોડ પર દોડતા ડમ્પરમાં ફાટી નીકળી આગ, ચાલકની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી

સુરતએક વર્ષ પહેલા
ડમ્પરમાં આગની જાણ થતા ખાનગી કંપનીના ફાયર ફાઈટરોએ દોડી આવી કાબૂ મેળવ્યો.
  • ખાનગી કંપનીના ફાયર વિભાગ દ્વારા ડમ્પરની આગ પર કાબૂ મેળવાયો

સુરતના હજીરા વિસ્તારમાં રસ્તે દોડતા ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતા ખાનગી કંપનીના ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ચાલકની સમયસૂચકતાના પગલે દુર્ઘટના ટળી હતી.

એલ.એન્ડ ટી કંપનીના ગેટ નંબર ત્રણ નજીક ડમ્પરમાં આગ લાગી હતી
સુરતના હજીરા વિસ્તારમાં શનિવારની મધરાત્રે રસ્તે દોડતા ડમ્પરમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી. એલ.એન્ડ ટી કંપનીના ગેટ નંબર ત્રણ નજીક બનેલી ડમ્પરમાં આગની ઘટના બાદ સ્થાનિક રિલાયન્સ કંપનીના ફાયર ફાયટરોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જ્યાં ડમ્પરમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવવામાં આવ્યો હતો. ડમ્પર ચાલકની સમયસૂચકતાના પગલે મોટી દુર્ઘટના ટળી હતી.

આગના પગલે ડમ્પરની કેબિન બળીને ખાખ થઈ.
આગના પગલે ડમ્પરની કેબિન બળીને ખાખ થઈ.

6 દિવસ પહેલા આઇસર ટેમ્પોમાં આગ લાગી હતી
સુરતમાં રીંગરોડ નજીક જૂની સબજેલ પાછળ 6 દિવસ પહેલાં એક આઇસર ટેમ્પોમાં આગ લાગી હતી. જેથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. એટલું જ નહીં ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગ કાબૂમાં લીધી હતી. ટેમ્પામાં પેન્ટ્રી બનાવી ઇન્વર્ટર ચાર્જ કરવામાં બાજુના ઘરમાંથી વીજ પ્રવાહની લાઈન લેતા આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. પેન્ટ્રીમાં ગેસ બોટલ લિકેજ હોવાને કારણે આગએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આખો ટેમ્પો બડીને ખાક થઈ ગયો હતો.