દુર્ઘટના:સુરતના અઠવાલાઇન્સમાં જલારામ ડેરીમાં આગ લાગી, દૂધ બનાવટની તમામ વસ્તુઓ બળીને ખાખ

સુરત4 મહિનો પહેલા
ગણતરીની મિનિટોમાં ફાયર વિભાગે આગ કાબૂમાં લીધી.
  • ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવતા લોકોએ રાહતનો દમ લીધો

સુરત શહેરમાં અઠવાલાઇન્સ વિસ્તારમાં આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીમાં મધરાત્રે અચાનક આગ ફાટી નીકળતા સ્થાનિક લોકોમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો. જોકે ઘટનાની જાણ બાદ ફાયરના જવાનોએ તાત્કાલિક દોડીને આગ કાબૂમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

ડેરીમાં રહેલો સામાન ફાયર વિભાગે બહાર કાઢ્યો.
ડેરીમાં રહેલો સામાન ફાયર વિભાગે બહાર કાઢ્યો.

ડેરીનું શટર ખોલી આગ પર કાબૂ મેળવી લીધો
ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના રાત્રીના 11:40ની હતી. આદર્શ સોસાયટીમાં આવેલી જલારામ ડેરીના બંધ શટરમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ થયા બાદ માન દરવાજા અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તાત્કાલિક ડેરીનું શટર ખોલી આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આગની ઘટનાને પગલે આપસપાસના લોકો દોડી આવ્યા.
આગની ઘટનાને પગલે આપસપાસના લોકો દોડી આવ્યા.

શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ
ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. 30-35 મિનિટની આગમાં દૂધ બનાવટની તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાય ન હતી.