તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • A Fire Broke Out At An Embroidery Factory On AK Road In Surat At Midnight, 12 Trapped On The Second And Third Floors Were Rescued By The Fire Department

દુર્ઘટના:સુરતમાં મધરાતે AK રોડ પર એમ્બ્રોઇડરીના ખાતામાં આગ લાગી, બીજા અને ત્રીજા માળે ફસાયેલા 12ને એક કલાક સુધી રેસ્ક્યૂ-ઓપરેશન કરી ફાયર વિભાગે બચાવ્યા

સુરત2 મહિનો પહેલા
લેડરની મદદથી કારીગરોને રેસ્ક્યૂ કરાયા હતા.
  • ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હોવાથી બીજા અને ત્રીજા માળે કારીગરો ફસાયા હતા
  • આગને પગલે લગભગ એક કલાક ચાલેલા રેસ્ક્યૂમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી

સુરતમાં અશ્વિનીકુમાર ફૂલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના ખાતામાં આગ લાગતાં ફાયરબ્રિગેડના જવાનોએ રેસ્ક્યૂ કરી 12 જેટલા કારીગરોને લેડર (સીડી)ની મદદથી નીચે ઉતાર્યા હતા. મધરાત્રે બનેલી આ ઘટનામાં કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓની ટીમની પ્રશંસનીય કામગીરીને લઈ લોકોએ શુભેચ્છાઓથી વધાવી લીધા હતા. ગ્રાઉન્ડ ફ્લોરમાં લાગેલી આગ બીજા અને ત્રીજા માળ સુધી પ્રસરે એ પહેલાં તમામનો આબાદ બચાવ થયો હતો.

ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં ભાગદોડ મચી
ફાયર વિભાગે જણાવ્યું હતું જે કોલ લગભગ રાત્રે 12 વાગ્યાનો હતો. અશ્વિનીકુમાર ફૂલપાડા રોડ ઉપર આવેલી નિર્માણ ઇન્ડસ્ટ્રીના એક એમ્બ્રોઇડરીના ખાતાના ગ્રાઉન્ડ ફ્લોરમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતાં ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનના અધિકારીઓ ટીમ સાથે દોડી ગયા હતા. આગ પર કાબૂ મેળવી 12 કારીગરોને બહાર કાઢવા રેસ્ક્યૂ કર્યું હતું.

ગ્રાઉન્ડ ફ્લોર પર એમ્બ્રોઇડરી ખાતામાં આગ લાગી હતી.
ગ્રાઉન્ડ ફ્લોર પર એમ્બ્રોઇડરી ખાતામાં આગ લાગી હતી.

લેડરની મદદ કારીગરોને સલામત રીતે નીચે ઉતારાયા
હિતેશ ઠાકોર (ફાયર ઓફિસર)એ જણાવ્યું હતું કે આગ શોર્ટસર્કિટને કારણે સાડી પોલિશના મશીનમાં લાગી હતી. વોચમેન અને તેની પત્ની ઘટના બાદ બહાર દોડી ગયાં હતાં, જ્યારે બીજા અને ત્રીજા માળે રહેતા ઓડિશાવાસી કારીગરો આગ બાદ ધુમાડામાં ગૂંગળાય એ પહેલાં જ તેમને લેડર (સીડી)ની મદદથી સલામતીના ભાગ રૂપે નીચે ઉતારવામાં સફળ મળી હતી. લગભગ એક કલાક ચાલેલા રેસ્ક્યૂમાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી. જોકે સાડીના રોલ સળગી ગયા હતા.

આગ પર કાબૂ મેળવી 12 કારીગરોને બહાર કાઢવા રેસ્ક્યૂ કર્યું.
આગ પર કાબૂ મેળવી 12 કારીગરોને બહાર કાઢવા રેસ્ક્યૂ કર્યું.

આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો
એમ્બ્રોઇડરીના ખાતામાં આગ શોટસર્કિટથી લાગી હતી. બીજા અને ત્રીજા માળેથી 12 લોકોને રેસ્ક્યૂ કરી લેવાતાં કોઈ જાનહાનિ થઈ નથી, જ્યારે આગ પર ફાયર વિભાગે કાબૂ મેળવતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આગમાં સાડીઓ સળગતાં ધુમાડો વધુ થઈ ગયો હતો.
આગમાં સાડીઓ સળગતાં ધુમાડો વધુ થઈ ગયો હતો.

1 મહિના પહેલાં પણ ફાયરે પ્રશંસનીય કામગીરી કરી હતી
કતારગામ દરવાજા ખાતે આવેલા નાસીર નગરમાં 1 મહિના પહેલાં બે માળના મકાનમાં એકાએક આગ લાગતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જે મકાનમાં આગ લાગી હતી એ મકાનના માલિક એ ઘરની પાછળના ભાગે રહેતા હતા અને ભાડૂઆત મકાન બંધ કરીને બહારગામ ગયો હતો. એ દરમિયાન આ આગનો બનાવ બનતાં આસપાસના રહીશોએ ફાયર વિભાગને જાણ કરી હતી. મકાનની બાજુના મકાનમાં રહેતી એક વૃદ્ધ મહિલાને બહાર કાઢવામાં આવી હતી તેમજ તેના ઉપરના માળે રહેતી અન્ય ત્રણ જેટલી મહિલાઓને પણ બહાર કાઢવામાં આવી હતી.

આગમાં સાડીના રોલ સળગી ગયા હતા.
આગમાં સાડીના રોલ સળગી ગયા હતા.