• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Five Men Broke Into A Tea Shop In Dindoli, Surat And Ransacked It With Wooden Sticks, The Whole Incident Was Captured On CCTV.

અસામાજિક તત્વોનો આતંક:સુરતના ડીંડોલીમાં ચાની દુકાનમાં ઘૂસી પાંચ ઈસમોએ લાકડાના ફટકા લઈ તોડફોડ કરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ

સુરત17 દિવસ પહેલા
અસામાજિક તત્વોએ ચાની દુકાનમાં ઘૂસી તોડફોડ કરી.

સુરત શહેરમાં દિવસે અને દિવસે કાયદો વ્યવસ્થા બગડી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજી થોડાક દિવસ પહેલા ડીંડોલી વિસ્તારમાં બાઈક પર આવેલા કેટલાક ઈસમોએ કેટલીક ફોરવ્હિલ ગાડીમાં તોડફોડ કરી હતી. ત્યારે ગતરોજ મોડી સાંજે ડીંડોલી વિસ્તારમાં એક ચાની દુકાન પર ચારથી પાંચ ઈસમોએ મળી સંપૂર્ણ દુકાનની અંદર તોડફોડ કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે.

માથે ટોપી અને ચહેરા પર રૂમાલ બાંધી દુકાનમાં ઘૂસ્યા
ડીંડોલી વિસ્તારના આવેલ પવેલીઅન પ્લાઝામાં ગોપાલ મટકા નામની એક ચા ની દુકાન પર કેટલાક અસામાજિક તત્વો મોડી સાંજે આવ્યા હતા અને તેમના દ્વારા દુકાનમાં ભાડે તોડફોડ કરી હતી અને લાખો રૂપિયાનો નુકસાન કરી ત્યાંથી ભાગી ગયા હતા જે રીતે સીસીટીવી વાયરલ થયા છે તે સીસીટીવી માં સ્પષ્ટપણે દેખાય છે કે ચારથી પાંચ લોકોએ માથે ટોપી અને ચહેરા પર રૂમાલ બાંધી દુકાનમાં ઘૂસ્યા હતા અને દુકાનમાં ઘુસ્તાની સાથે જ લાકડાના ફટકા લઈ સંપૂર્ણ દુકાનમાં ફર્નિચર, ફ્રીજ તેમજ અન્ય વસ્તુઓ પણ તોડી નાખી હતી.

દુકાનના માલિક બહાર હતા ને તોડફોડ થઈ
ગોપાલ મટકા ચાના માલિકે જણાવ્યું હતું કે સવારના સમયે એક વ્યક્તિ જોડે વાત થઈ હતી અને ત્યારબાદ ફોન પર ધમકી આપેલ કે આજે તારી દુકાન તોડી નાખીશ. ત્યારબાદ મોડી સાંજે દુકાન માલિક કોઈ કારણોસર દુકાન બહાર ગયા ત્યારે કેટલાક લોકો દુકાન પર આવ્યા અને તેમની દુકાન તોડી લાખો રૂપિયાનો નુકશાન કરી ભાગી ગયા હતા. જ્યારે અગાઉ પણ કેટલીકવાર આ દુકાન માલીક અને દુકાન પર આવા બનાવો બની ચૂક્યા છે. હાલ સીસીટીવીમાં દેખાતા દુકાન પર બેસેલ વ્યક્તિએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે ફરીયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...