• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2 Days Bridge Closed For All Bike Riders Except Tapi River In Surat City Due To Uttarayan, Police Arrangements Have Been Made

બ્રિજ સિટીના બ્રિજ બંધ:ઉત્તરાયણને લઈને સુરત શહેરના તાપી નદી સિવાયના તમામ બ્રિજ બાઈક ચાલકો માટે 2 દિવસ બંધ, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

સુરત10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉત્તરાયણને લઈને બ્રિજ બંધ કરવામાં આવ્યા. - Divya Bhaskar
ઉત્તરાયણને લઈને બ્રિજ બંધ કરવામાં આવ્યા.
  • બાઈક ચાલકોના માંજાથી ગળા કપાઈ જતા નિર્ણય લેવાયો

બ્રિજ સિટી સુરત તરીકે ઓળખાતા સુરત શહેરની અંદર મકરસંક્રાંતિના દિવસે દર વર્ષે શહેરના તાપી નદી પરના બ્રિજ સિવાયના તમામ બ્રિજ બાઈક ચાલકો માટે બંધ કરી દેવામાં આવતા હોય છે. પતંગ ચગાવવાના કારણે દોરી ઘણી વખત ફ્લાય ઓવર બ્રિજ પર કે અન્ય બીજો ઉપર પડેલા રહે છે અને તેના કારણે વારંવાર ગળા કપાઈ જવાની ઘટના બનતી હોય છે. તેને રોકવા માટે કોર્પોરેશન દ્વારા બે દિવસ માટે શહેરના બ્રિજને બંધ કરી દેવામાં આવ્યા છે. બ્રિજને બેરિકેટ મૂકી બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા બાઈક પર સવાર વાહનચાલકોને રોકવામાં આવે છે
14 જાન્યુઆરી અને 15મી જાન્યુઆરીના દિવસે શહેરના તમામ બ્રિજો દ્વિચક્રી વાહનો માટે બંધ કરી દેવામાં આવે છે. માત્ર થ્રી વ્હીલર અને ફોર વ્હીલરને જ બ્રિજ ઉપરથી પસાર થવા માટેની મંજૂરી છે. શહેરના તમામ બ્રિજ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને ભૂલથી પણ બાઈક લઈને બ્રિજ ઉપરથી કોઈ વ્યક્તિ પસાર ન થઈ શકે. પોલીસ દ્વારા બાઈક પર સવાર વાહનચાલકોને રોકવામાં આવ્યા હતા. જેથી કરીને કોઈ મોટી ઘટના ન બને.

બ્રિજ પરથી કારને પસાર થવા દેવામાં આવે છે.
બ્રિજ પરથી કારને પસાર થવા દેવામાં આવે છે.

બે દિવસ બ્રિજ બાઈક ચાલકો માટે બંધ
ઉત્તરાયણ દરમિયાન જે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા હતા તેમાં મોટાભાગના બનાવો બ્રિજ ઉપરથી જ્યારે બાઈક લઇને પસાર થતા વાહનચાલકો હતા તેઓ જ ઇજાગ્રસ્ત થતા હતા. વારંવાર બનતી ઘટનાઓને રોકવા માટે કોર્પોરેશન દ્વારા આખરે નિર્ણય લેવામાં આવ્યો હતો કે 14 અને 15 જાન્યુઆરીના દિવસે બ્રિજ બાઈક ચાલકો માટે બંધ કરી દેવા.

બેરિકેટ મારી બ્રિજ બાઈક ચાલકો માટે બંધ કરાયા.
બેરિકેટ મારી બ્રિજ બાઈક ચાલકો માટે બંધ કરાયા.

બે દિવસ સુધી બ્રિજ પાસે પોલીસ બંદોબસ્ત
છેલ્લા કેટલાક વર્ષોથી કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાઈ રહ્યો છે જેથી કરીને બાઈક ઉપર પસાર થતા વાહનચાલકો અકસ્માતનો ભોગ નથી બનતા. પોલીસ તંત્ર દ્વારા બે દિવસ સુધી બ્રિજ પાસે બંદોબસ્ત ગોઠવીને તમામ બાઈક ચાલકોને બ્રિજ પરથી પસાર થતા રોકવામાં આવે છે.