તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેશન્સ કોર્ટે:લાંચ કેસ: કોર્પો. સતીષ પટેલની આગોતરા રદ

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

રૂપિયા 15 હજારના લાંચ પ્રકરણમાં એક મહિનાથી પોલીસ ગિરફ્તથી દૂર કોંગી કોર્પોરેટર સતીષ પટેલની આગોતરા અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. જન્માષ્ટમીના દિવસે આરોપી વતી વચોટિયો લાંચ લેતા ઝડપાયા બાદ સતીષ પટેલ ફરાર છે. પાંડેસરામાં એક કારખાનેદાર બાંધકામ કરી રહ્યો હતો ત્યારે આરોપ મુજબ સતીષ આ બાંધકામ બાબતે ફરિયાદીને કનડગત કરતો હતો અને બાદમાં બાંધકામ તુટતું અટકાવવા રૂપિયાની માગણી કરી હતી. જેની ફરિયાદ કારખાનેદારે એસીબીમાં કરી હતી. ફરિયાદીએ વચેટિયા અભિરાજને રકમ લેવા ભેસ્તાન બોલાવ્યો હતો. જ્યાં તે રંગેહાથે લાંચ લેતા ઝડપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...