તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:લાંચીયો ASI મહાદેવ અને LCBનો હેડ કોન્સટેબલ દિપેશ સસ્પેન્ડ, ACB સર્ચ કરે તે પહેલા પરિવારજનો ડોક્યુમેન્ટ લઈ ફરાર, બંગલાને તાળું

સુરત18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • બમરોલીમાં મહાદેવના 4 પ્લોટ અને 100 સંચા મશીન ભાડે ચાલે છે

સુરત જિલ્લા રેન્જ ઓપરેશન ગૃપના એએસઆઈ મહાદેવ કિશનરાવ સેવઇકર વચેટિયા વિપુલ બલર સાથે ઓઇલના વેપારી પાસે 4.50 લાખની લાંચ લેતા પકડાયા પછી એસીબીનો સ્ટાફ જમાદારના ઘરે સર્ચ કરવા ગયાે ત્યારે બંગલાને તાળું હતું. સવારે બંગલો ખોલી એસીબીએ સર્ચ કર્યુ હતું. એવી પણ આશંકા છે કે એસીબીની ટ્રેપની ગંધ પરિવારજનોને આવી ગઈ હોય, જેના કારણે પરિવારજનો બંગલાને તાળું મારી ચાલી ગયા ? મહાદેવની બેનામી સંપત્તિઓના ડોક્યુમેન્ટો ઉપરાંત બેનંબરી રોકડ પણ કારમાં સગેવગે કરાયાની આશંકા છે. લાંચના દિવસે સાંજે 5 થી રાત્રે 9 સુધીની તમામ ગતિવિધિની વિગતો બહાર આવી શકે છે. લાંચિયા મહાદેવ અને સુરત જિલ્લા એલસીબીના હે.કો.દિપેશ મૈસુરીયાને સસ્પેન્ડ કરાયા છે.

મહાદેવની મિલકતોની માર્કેટ વેલ્યુ 10 કરોડની આસપાસ
મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરનો મહાદેવ બીકોમ સુધીનો અભ્યાસ કરી પોલીસમાં ભરતી થયો હતો. બેનંબરી કમાણી કરી બમરોલી રોડ પર 4 ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ પત્ની, બે પુત્ર અને એક પુત્રીના નામ છેે. ટેક્ષટાઈલ ફર્મમાં 100 સંચા મશીન છે. તમામ ભાડે આપેલા છે. અત્યારે મહાદેવ અને તેના પરિવારના નામે જે મિલકતો છે તેની માર્કેટ વેલ્યૂ 10 કરોડ છે. ઉપરાંત સુરત જિલ્લા એલસીબીનો હેડ.કો.દિપેશ હસમુખ મૈસુરીયાના ઘરેથી પણ કેટલાક મહત્વના ડોક્યુમેન્ટો હાથ લાગ્યા છે. જેમાં દિપેશની કીમમાં મકાન અને દુકાન છે અને દુકાનમાં તેની પત્ની બ્યુટી પાર્લર ચલાવે છે.

કીમ પાસે ખેડૂત પ્રવિણના નામે પણ જમીનો ખરીદી
મહાદેવએ બીજાના નામે પણ કીમમાં એપાર્ટમેન્ટો તેમજ એક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ ઉપરાંત કીમ નજીકના ગામમાં રહેતા ખેડૂત પ્રવિણના નામે પણ ઘણી જમીનો રાખી હોવાની આશંકા છે. ખરેખર આ બાબતે એસીબીના ઉચ્ચ અધિકારી તપાસ કરાવે તો મહાદેવની અપ્રમાણસરની મિલકતનો મોટો આંકડો બહાર આવી શકે છે.

મહાદેવએ દારૂના જે કેસ કર્યા તેમાં આરોપી વોન્ટેડ
મહાદેવે ભૂતકાળમાં દારૂના કેસો કર્યા જેમાં મોટેભાગના કેસમાં ડ્રાઇવર-કલીનરને વોન્ટેડ હતા. બાતમીદારની માહિતી પાક્કી હોય તે સમયે ડ્રાઇવર કલીનર ભાગી જતા હોય એ તપાસનો વિષય છે. આ બાબતે રેંજ આઈજી તપાસ કરાવે તો સાચી હકીકતો બહાર આવી શકે છે.

મહાદેવના બંગલામાં ફાઇવ સ્ટાર હોટેલ જેવી સુવિધા
મહાદેવના બંગલામાં 7 સભ્ય રહે છે. ફાઇવ સ્ટાર હોટેલ જેવી તમામ સુવિધા છે. એસીબીના સર્ચમાં બંગલામાંથી 7 એસી, રાડો, યુએસ પોલો જેવી મોંઘી 15 ઘડિયાળ, 4 ટીવી, 2 હોમ થિયેટર, 4 કોમ્પ્યુટર અને 3 જીમ મળ્યા છે. મહાદેવ પરિવાર સાથે થાઇલેન્ડ ફરવા પણ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો