તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ:34 બાંધકામ સાઈટો પર મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા, 57 નોડલ ઓફિસરને નોટીસ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કતારગામના ડી-માર્ટ, રામપુરા પોલીસ લાઇનને પણ મચ્છરના બ્રીડિંગ માટે દંડ
  • 2998 સ્પોટ ચેક કરી 68 સ્થળે બ્રીડિંગનો નાશ કરાયો, 1.31 લાખનો દંડ

મચ્છરજન્ય રોગચાળા પર નિયંત્રણ માટે પાલિકાના વીબીડીસી વિભાગે ઝુંબેશ હાથ ધરી છે. રવિવારે તમામ બાંધકામ સાઇટોનો સર્વે હાથ ધરાયો હતો. જેમાં કુલ 418 બાંધકામ સાઇટો પર 2998 સ્પોટ સર્વે કરી કુલ 68 બ્રીડિંગનો નાશ કરાવવામાં આવ્યો છે. 57 બાંધકામ સાઇટના જવાબદાર નોડલ ઓફિસરને નોટીસ ફટકારાઈ છે. જ્યારે 34 પાસેથી રૂ. 1,31,600નો દંડ વસૂલાયો હતો.

સેન્ટ્રલ ઝોન : 79 બાંધકામ સાઇટ ચેક કરતાં સતીમાતા શેરી 3 હજાર, રામપુરા પોલીસ લાઈન 2 હજાર, નૂરી મોહલ્લો 2 હજાર, બોધાની ચાલ 2 હજાર, રામપુરા મેઈન રોડ 2 હજાર મળી 24 હજાર.

સાઉથ ઝોન : 94 બાંધકામમાંથી કુલ 20 બાંધકામ સાઇટને નોટીસ અપાઇ. જેમાં દાગીના નગર 5 હજાર, કૈલાશનગર 3 હજાર, શિવનગર–2500, આવિર્ભાવ સોસાયટી મળી 21,000.

કતારગામ ઝોન : 20 બાંધકામ સાઇટ ચેક કરતા 10 સાઇટને નોટીસ અપાઇ હતી. જ્યારે પટેલ ઈન્ડ. બંબાવાડી 5 હજાર, કેપિટલ હાઈટસ 5 હજાર, ડી–માર્ટ મોલ બાંધકામને 5 હજાર મળી 20 હજાર. ​​​​​​​

રાંદેર ઝોન : 42 બાંધકામ સાઇટ ચેક કરતાં 3 બાંધકામ સાઇટને નોટીસ આપવામાં આવી છે. જ્યારે ટાઇમ ગેલેક્ષી 4 હજાર, મેઘ મયુર બાંધકામ 3 હજાર, સીમાનગર બાંધકામ 1 હજાર, સ્નેહ સ્મૃતિ સોસાયટી બાંધકામ 1 હજાર મળી કુલ 15 હજારનો દંડ ફટકારાયો છે.

અઠવા ઝોન માંથી 36 બાંધકામ સાઇટ ચેક કરતા 4 બાંધકામ સાઇટને નોટીસ આપવામાં આવી છે. સર્કિટ હાઉસ, વસુંધરા સોસા. નું બાંધકામ, ચાઈના ટગેટ –1નું બાંધકામ, પ્લોટ નં- 4, ગાંધીનગર ઈન્ડ. (5) 112, બાલાજી ઈન્ડ. મળી કુલ 12,500.

વરાછા-એ : 46 બાંધકામ સાઇટ ચેક કરતા 6 બાંધકામ સાઇટને નોટીસ જ્યારે ધરમ નગર પાલવીસિમેથિક 6 હજાર, શિવાંજલી રો-હાઉસ 500, મળી 7600.

વરાછા-બી ઝોન માંથી 36 બાંધકામ સાઇટ ચેક કરતા 6 બાંધકામ સાઇટને નોટીસ અપાઈ. જ્યારે ગોવિંદજી બાંધકામ પાસેથી 5 હજાર વહીવટી ખર્ચ વસુલ કરાયો છે.
લિંબાયત ઝોન : 65 બાંધકામ સાઈટ ચેક કરતા 8ને નોટિસ જ્યારે શિવ એન્ટરપ્રાઈઝ ડુંભાલ 3 હજાર, આરડીબી બાંધકામ આંજણા 3 હજાર, ગોડાદરા 1 હજાર, જય જલારામનગર 3 હજાર, શિવપાર્ક ગોડાદરા 4 હજાર, રોયલ પેલેસ 1500 મળી 26,500 વસૂલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...